હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાની દીકરીઓ ૬૭ મી નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪ માં ઝળકીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત ૧૪, ૧૭ અને અંડર ૧૯ ની આર્ચરી સ્પર્ધામાં જિલ્લાના ચાર રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર ૧૪ માં ૨ દીકરી રમતવીરોએ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા. ૧૮/૧૨/૨૦૨૩ સુધી ચાલનારી ૬૭મી નેશનલ સ્કૂલ ગેમ આર્ચરી (તીરંદાજી) ૨૦૨૩-૨૪ સ્પર્ધામાં અંડર-૧૪.અંડર-૧૭, અંડર-૧૯ માં રમતવીરો પોતાની પ્રતિભાને પરિચય આપી રહ્યાં છે. આ ટુર્નામેન્ટમાં અંડર-૧૪ માં ૨ દીકરી અને ૧ દીકરો તથા અંડર-૧૯ માં ૧ દીકરો…
Read MoreMonth: December 2023
ઘોઘા તાલુકાના તગડી ગામના વનજીભાઈ સોલંકીને મળ્યો પશુ ખાણ દાણ યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર વનજીભાઈ સોલંકી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામના રહેવાસી છે. વનજીભાઈ એક વિકસિત અને પ્રગતિશીલ ખેડૂત છે. તેમને સરકાર તરફથી ખાણદાણની સહાય મળી છે. ખાણદાણ પશુને આપવાથી દૂધમાં પશુદીઠ ૧ લિટરનો ફરક પડ્યો છે.
Read Moreઘોઘા તાલુકાના ‘ધ્યેય સખી મંડળ’ને સરકાર દ્વારા મળ્યો રૂ. ૧૫ હજારના રિવૉલવિંગ ફંડનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર મહિલાઓની આર્થિક સ્થિતિ સુદ્રઢ કરવા અને તેમની કળાને વેગ આપવા અનેક યોજનાઓ દ્વારા સખી મંડળોને પ્રોત્સાહન આપી રહી છે. આવું જ એક ‘ધ્યેય સખી મંડળ’ ઘોઘા તાલુકામાં ૪ વર્ષથી કાર્યરત છે. મંડળ સાથે સંકળાયેલા રસીકબા ચુડાસમા જણાવે છે કે મંડળની તેમની ૧૦ બહેનો ૨૦૦ રૂપિયા જમા કરી બચત કરે છે. તેઓ સખી મંડળ તરીકે ભરતગૂંથણ અને સિવણ કાર્ય કરે છે. આ સખી મંડળને સરકાર તરફથી ૧૫ હજારની રિવૉલ્વિંગ ફંડની સહાય મળી છે તે બદલ તેઓ સરકાર નો આભાર વ્યક્ત કરે છે.
Read Moreવિના કોઇ ખર્ચે માર્ગદર્શન મારા ખેતર સુધી આવ્યું : ગોહિલ ભૂપતસિંહ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલ ભૂપતસિંહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત તેમણે સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા. કાર્ડ દ્વારા તેમની ખેતીની જમીનમાં શું ક્ષતિ છે તેની તપાસ કરી તેમને જમીનની પરિસ્થિતિ સુધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીવામૃત, ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તથા વેસ્ટ ડીકમ્પોઝરની અનેક પ્રક્રિયા દ્વારા જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. ગોહિલ ભૂપતસિંહ તેમનો અનુભવ જણાવતાં કહે છે કે કચેરીના ધક્કા ખાયા વગર એક પણ રૂપિયાના ખર્ચ વિના સરકારનો લાભ તેમના ખેતર સુધી આવ્યો છે.
Read Moreપ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધક ઉપજ મેળવી વેચાણ કરું છું : લક્ષ્મણદેવસિંહ ગોહિલ
હિન્દ ન્યુઝ, ભાવનગર લક્ષ્મણદેવસિંહ ગોહિલ ઘોઘા તાલુકાના અવાણીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લા ૪ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપજ મેળવી રહ્યા છે. આ ઉપજ દ્વારા મૂલ્યવર્ધન થાય છે. લક્ષ્મણદેવસિંહનું કહેવું છે કે આ ઉપજના વેચાણ દ્વારા તેમને ખૂબ ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે અવાણીયા ગામ મરચીના વાવેતર માટે પ્રખ્યાત છે. લક્ષ્મણદેવસિંહ પણ મરચીનો પાક ઉગાડી તેનું વેચાણ ખેતરમાં જ કરે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરુ કર્યા બાદ આવક બમણી થઈ છે અને ખર્ચ ઓછો થયો છે. જેથી બીજા ખેડૂતભાઇઓએ પણ પ્રાકૃતિક ખેતી શરુ કરવી…
Read Moreમાતા અને બાળક બન્ને માટે માતૃશક્તિ અસરકારક : જલ્પાબેન મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ઘાત્રી માતાના સ્વાસ્થ્ય માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ ખાદ્યસામગ્રીના પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન મકવાણાને ૧ મહિનામાં માતૃશક્તિના ૪ પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે અને ૫ મહિનાના એક સંતાનના માતા છે. આ સામગ્રીમાંથી તેઓ સુખડી, લાડું જેવી વાનગી બનાવી તેના પોષક તત્ત્વો મેળવે છે. જલ્પાબેન ખુશીની લાગણી સાથે જણાવે છે કે માતૃશક્તિ હેઠળ અપાતી સામગ્રીનો લાભ દરેક ઘાત્રી માતાએ લેવો જોઈએ. તેનાથી માતા અને બાળક બન્નેની શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. પરિણામ સ્વરૂપે માતા અને બાળક બંને સ્વસ્થ…
Read Moreઘોઘા તાલુકાના શ્રી ચામુંડા સંગિની મહિલા મંડળને સરકાર દ્વારા મળી રૂ. ૧ લાખની સહાય
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવ્યો હતો. આ તાલુકાનું ‘શ્રી ચામુંડા સંગિની મહિલા મંડળ’ એક સખી મંડળ છે. આ મંડળને સરકાર દ્વારા ૧ લાખ રુપિયાની લોન તેમજ ૧૦ હજારનું રેવૉલવિંગ ફંડ પણ મળ્યું છે. મંડળમાં ૧૦ બહેનો જોડાયેલા છે અને તેઓ સાડી કામ, ભરતગૂંથણનું કામ અને સાથોસાથ પશુપાલન પણ કરે છે. સખી મંડળને સરકાર તરફથી મળેલી સહાયના કારણે બહેનો પગભર બન્યા છે. આ બદલ તેઓ સરકારનો આભાર માને છે.
Read Moreમાલપરની કિશોરીઓએ સુંદર રંગોળી દ્વારા પૂર્ણાશક્તિ યોજનાનો સંદેશો આપ્યો
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હિન્દ ન્યુઝ, ભાવનગર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આજે ઘોઘા તાલુકાના માલપર ગામમાં આવ્યો હતો. અહીં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ‘ હું પૂર્ણા છું’ વાક્ય સાથેની એક સુંદર રંગોળી બનાવાઇ હતી. કિશોરીઓ માટે સરકારની પૂર્ણાશક્તિ યોજના વિષે કલાત્મક રીતે જાણકારી ઉપરાંત ‘બેટી બચાવો’નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્ટોલની મુલાકાત લેતા અનેક મુલાકાતીઓએ કલાની પ્રશંસા કરી માહિતી મેળવી હતી.
Read Moreભારતના ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા અમદાવાદ ખાતે ચોથી રીજનલ કૉન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી ચૂંટણીને લગતી તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ માટે રીજનવાઈઝ સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે. ગત તા. 31 ઑક્ટોબરના રોજ…
Read Moreભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૬ ડિસેમ્બરનાં રોજ ફરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ગામે ગામ ફરી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.૧૬/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં રામપર અને ભુંભલી, તળાજા તાલુકામાં તલ્લી અને વાલર, મહુવા તાલુકામાં વાવડી અને કાલમોદર, ગારીયાધાર તાલુકામાં માંડવી અને જાળીયા, શિહોર તાલુકામાં વાવડી (ગાજાભાઇ) અને ઝરીયા તેમજ પાલીતાણા તાલુકામાં સેંજળીયા અને નવા લોઇચડા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read More