ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલની સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ

‘સ્વચ્છતા હી સેવા’ હિન્દ ન્યુઝ, ભાવનગર   રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલ ખાતે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.   રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. ત્યારે વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોતો, સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવી…

Read More

ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડેમ અને નહેરોની સફાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે ૨૧ ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે.  જેના ભાગરૂપે ભાવનગર જળ સિંચન વિભાગ દ્વારા ભાવનગર હસ્તકના શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ, હમીરપરા ડેમ તેમજ લાખણકા ડેમ તેમજ શેત્રુંજી…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ અંતર્ગત જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ તારીખે ઉજવવાનું નક્કી કરેલ છે જે અનુસંધાને એન.એફ.એસ.એમ (નેશનલ ફૂડ શિકયોરિટી મિશન) ન્યુટ્રીસિરિયલ યોજના હેઠળ ભાવનગર જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ ના અધ્યક્ષ સ્થાને અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ દ્વારા ઉદ્બોધન કરતા જણાવેલ કે આપ સૌ ખેડૂત મિત્રો જે પ્રકારે ખેતીકાર્યો કરી રહ્યા છો તે ખરેખર સરાહનીય કાર્ય છે તેમજ આ…

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનારમાં ધાર્મિક સ્થળો અને ગરબી ચોકની સફાઈ ઝૂંબેશ હાથ ધરાઈ

ગીર સોમનાથ       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વચ્છતા હી સેવા અભિયાનને ગુજરાતમાં જનભાગીદારીથી વધુ બે મહિના સુધી આગળ ધપાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગીર સોમનાથમાં પણ ગ્રામ્ય સ્તરથી લઈ શહેરી વિસ્તાર સુધી સફાઈ અભિયાન વેગવંતુ બન્યું છે. સફાઈ અભિયાન અંતર્ગત કોડીનારમાં થીમ આધારિત સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તથા ગરબી ચોકની સફાઇ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં…

Read More

વેરાવળમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચોપાટી સહિતના વિસ્તારની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં નદી તળાવ અને ચોપાટીની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા  દ્વારા શહેરમાં દેવકા નદી, સોમનાથ સરોવર, ભાલકા સરોવર સહિત નદી-સરોવરની સાફ સફાઇ કરવામાં આવી હતી તેમજ શહેરમાં આવેલ  ચોપાટી વિસ્તાર અને સમુદ્ર કિનારાની વિસ્તાર સહિતની સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સાફ સફાઇ  વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પૂરઝડપે ચાલુ સ્વચ્છતા હી સેવા અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરમાં, ધાર્મિક સ્થાનો સહિતની જગ્યાઓ અને આસપાસના વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ  કરવામાં આવી હતી. સુત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર મૌલિકભાઈ વૈંશના માર્ગદર્શન હેઠળ શહેરમાં સૂર્યકુંડ, ચ્યવનઋષિ આશ્રમ, ચ્યવન કુંડ તેમજ તેની આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી. આ ‘સ્વચ્છતા હી સેવા’ સફાઇ અભિયાન હેઠળ સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ રમેશભાઇ વડાંગર, સેનીટરી ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેર, સુપરવાઇઝર તથા સફાઈ કામદાર દ્રારા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Read More

ગીર સોમનાથમાં ‘સ્વચ્છતા હી સેવા’ના શ્રમયજ્ઞમાં ગ્રામજનોની ભાગીદારી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં સફાઈ અભિયાન પૂરઝડપ ચાલી રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોમાં પણ સ્વચ્છતાલક્ષી કામગીરી હાથ ધરાઈ છે. ઉના ડમાશા, કોડીનારના મૂળ દ્વારકા, વેરાવળના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત ગ્રામજનોએ સહભાગીદારી નોંધાવી હતી અને આ અભિયાનમાં હોંશે હોંશે સાફસફાઈમાં ભાગ લીધો હતો. ‘મારૂ ગામ, નિર્મળ ગામ’ સૂત્રને સાર્થક કરતા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વેરાવળ તાલુકાના આંબલિયાળા ગામે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં પ્લાસ્ટિકનો કચરો અને લાકડાના ટૂકડાં…

Read More

નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ કવાટ ખાતે કાર્યક્રમ યોજાયુ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, છોટાઉદેપુર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર તેમજ સુખી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, કવાંટના સંયુકત ઉપક્રમે છોટાઉદેપુરના કવાંટ ખાતે જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ અંતર્ગત કાર્યક્ર્મ પાવી જેતપુર વિધાન સભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાનું નવમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૩ને રીબીન કાપી ધારાસભ્ય અને મહાનુભવોના હસ્તે ખુલ્લું મુકાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ભણતા…

Read More

જસદણમા સફાઈના અભાવે ગંદકીનુ સામ્રાજ્ય

હિન્દ ન્યુઝ, જસદણ      આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જસદણ નગરપાલિકા વિસ્તારમાં ગંદકીનાં થર જામી ગયા છે. એક બાજુ તહેવાર ચાલી રહ્યા ત્યારે જ્યા જુવો ત્યાં કચરાના ઢગલાં જોવા મળી રહ્યા છે. ગંદકીનાં કારણે મચ્છર જન્ય રોગ ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાય રહ્યો છે. પાલીકા દ્વારા સફાઈના નામે લાખો રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવે છે, પણ સફાઈ કરવામાં આવતી નથી, ત્યારે પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી જસદણ શહેરવાસી ઈચ્છી રહ્યા છે. જસદણ શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી કચરાના ઢગલા પડેલ છે…

Read More

સ્વચ્છતા હી સેવા: કોડીનારમાં મહાનુભાવોની પ્રતિમાની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ           “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ આજરોજ કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં ડો બાબા સાહેબ આંબેડકર, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ઝુંબેશ કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ તથા એનજીઓએ સંયુક્ત રીતે હાથ ધરી હતી. જેમાં ડો.બાબા સાહેબ આંબેડકર સહિત વિવિધ સ્વાતંત્ર્ય સૈનિકો તેમજ મહાનુભાવોની પ્રતિમાઓ અને તેમના આજુબાજુના વિસ્તારની સફાઇ કરવામાં આવી હતી.

Read More