હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર ગીર સોમનાથ આયુર્વેદ શાખા દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઈ વાજાની અધ્યક્ષતામાં લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમા ૫૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત સાથે આયુષમેળા અંગેનું પ્રાયોજન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમજ સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદનું મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નાથાભાઈ વાજાએ આર્યુવેદનુ મહત્વ સમજાવી અને યોગ અને આર્યુવેદ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મહાનુભાવોઓએ ૧૫ સ્ટોલોની…
Read MoreDay: March 21, 2023
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે બે દિવસ દરમિયાન યોજાશે આંતરરાષ્ટ્રીય સંમેલન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ૨૩-૨૪ માર્ચ, ૨૦૨૩ એમ બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થશે. આ સેમિનારનો મુખ્ય વિષય “વૈશ્વિક સમસ્યાઓનું સંસ્કૃત સાહિત્યમાં સમાધાન” રાખવામાં આવ્યો છે. આ વર્ષે ભારતને જી-૨૦ની અધ્યક્ષતા મળી છે અને તેના મુખ્ય વાક્ય “વસુધૈવ કુટુંબકમ્”ને ધ્યાનમાં રાખીને આ વિષય પર સેમિનાર કરવામાં આવશે. આ સેમિનારમાં વિદેશી વિદ્વાનો સાથે ભારતભરના પ્રખ્યાત વિદ્વાનો ભાગ લેશે અને વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સંસ્કૃત શાસ્ત્રોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનનું ઉદ્ઘાટન ૨૩-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૧૦:3૦ કલાકે પતંજલિ યોગ ભવનના સભાગૃહમાં રાખેલ છે. જેમાં…
Read MoreRTE એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાની ૬૧૪ શાળાઓમાં ૩૮૫૮ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ કચ્છ જિલ્લાની ૬૧૪ શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-૨૦૦૯ હેઠળ ૩૮૫૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧૦ શાળાઓમાં ૧૯૬૩ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦૪ શાળાઓમાં ૧૮૯૫ વિદ્યાર્થીઓને…
Read Moreઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૮નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૮માં કૈલાશપતિ સોસાયટીથી રિદ્ધિસિદ્ધિ નાલા સુધીના રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર…
Read Moreકચ્છ જિલ્લા પંચાયત ખાતે પોષણ પખવાડાનો શુભારંભ કરાયો
રાષ્ટ્રીય પોષણ પખવાડા હિન્દ ન્યુઝ, ભુજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના રાષ્ટ્રીય પોષણ મિશનની એક મિશન મોડથી શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ અને માર્ચ મહિનામાં પોષણ પખવાડા તરીકે ઉજવવામાં આવે છે અને સંલગ્ન વિભાગો સાથે રહીને વિવિધ પ્રવૃતિઓ આ સમય દરમિયાન કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય રાજકોટ ઝોનલ કક્ષાના વર્કશોપનું કચ્છ જિલ્લા પંચાયત મધ્યે આયોજન કરાયું હતું. જેમાં પોષણ પખવાડાનો શુભારંભ તેમજ ગ્રોથ મોનીટરીંગ ડિવાઈસના ઉપયોગ અને મિલેટ (શ્રી અન્ન) આયોજન કરવામાં…
Read Moreમાંડવી ખાતે ૨૫મીના આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજય નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી કચ્છ જિલ્લાનો પાંચમો આયુષ મેળો તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ જૈનપુરી ડો. નાનાલાલ વોરા માર્ગ, માંડવી કચ્છ ખાતે ૧૦.૦૦ થી ૩.૦૦ દરમિયાન યોજનાર છે. જેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન રમેશભાઇ કારા, ઉદ્ઘાટક તરીક માંડવી ધારાસભ્ય અનિરુધ્ધ ભાઇ દવે રહેશે. અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઇ મહેશ્વરી, માંડવી…
Read Moreસંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે પારેખની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી આયોજન હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૦ વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પી.પી.ટી.ના માધ્યમથી જાણકારી અપાઈ હતી. કલેકટર ડી કે પારેખે જણાવ્યું હતું કે ઉનાળામાં માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે
હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે.
Read Moreભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા નો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા નો તા. 20 માર્ચના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પોષણ પખવાડિયું તા. 20 માર્ચથી 3 એપ્રિલ સુધી રહેશે આ પોષણ પખવાડિયા દરમિયાન ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આઇસીડીએસ વિભાગ દ્વારા તા. 20 ના પોષણ પખવાડિયા નો પ્રારંભ પોષણ શપથ તેમજ અવનવી વાનગીઓનું વાનગી પ્રદર્શન, તા. 21 માર્ચના મિલેટ આધારિત અન્નપ્રસન્ન દિવસ, તા. 22 માર્ચના પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડીમાં કિચન ગાર્ડન મિલેટના વાવેતર ની સમજણ અને ગૃહ મુલાકાત, તા. 23 માર્ચના મીલેટ માંથી મળતા વિટામીન…
Read Moreजिलाधिकारी ने की आईसीडीएस की समीक्षा बैठक
हिन्द न्यूज़, बिहार जिलाधिकारी यशपाल मीणा द्वारा अपने कार्यालय कक्ष में समेकित बाल विकास कार्यक्रम के तहत आंगनबाड़ी केंद्रों की स्थिति, पोषण वाटिका, सैम और मैम बच्चों की स्थिति, वृद्धि निगरानी, मुख्यमंत्री कन्या उत्थान योजना, प्रधानमंत्री मातृ वंदना योजना, टीकाकरण,आधार सत्यापन की समीक्षा बैठक की गई। जिसमें डीपीओ आईसीडीएस और सभी सीडीपीओ उपस्थित थे। आंगनबाड़ी केंद्रों की स्थिति के विषय में डीपीओ आईसीडीएस ने बताया कि जिला में कुल 3883 आंगनबाड़ी केंद्र संचालित है। जिसमें 565 का अपना भवन है।इसके अतिरिक्त 302 केंद्रों को निकट के स्कूल,पंचायत भवन एवं सामुदायिक…
Read More