કચ્છ જિલ્લા પંચાયત ખાતે પોષણ પખવાડાનો શુભારંભ કરાયો

રાષ્ટ્રીય પોષણ પખવાડા

હિન્દ ન્યુઝ, ભુજ

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના રાષ્ટ્રીય પોષણ મિશનની એક મિશન મોડથી શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ અને માર્ચ મહિનામાં પોષણ પખવાડા તરીકે ઉજવવામાં આવે છે અને સંલગ્ન વિભાગો સાથે રહીને વિવિધ પ્રવૃતિઓ આ સમય દરમિયાન કરવામાં આવે છે.

આ કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય રાજકોટ ઝોનલ કક્ષાના વર્કશોપનું કચ્છ જિલ્લા પંચાયત મધ્યે આયોજન કરાયું હતું. જેમાં પોષણ પખવાડાનો શુભારંભ તેમજ ગ્રોથ મોનીટરીંગ ડિવાઈસના ઉપયોગ અને મિલેટ (શ્રી અન્ન) આયોજન કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, પ્રોગામ ઓફીસર ICDS દશરથભાઈ પંડ્યા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજકોટ ઝોનથી આવેલા તમામ સીડીપીઓ, જિલ્લા કો-ઓર્ડીનેટર, પૂર્ણા કન્સલ્ટન્ટ, રીજનલ પૂર્ણા કન્સલ્ટન્ટ ને મિલેટ (શ્રી અન્ન) ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં તેમને જંકફૂડ આરોગવાથી થતાં નુકશાન અને જંક ફૂડ ખાવાનું ટાળવા અંગે કહેવાયુ હતું.

આ કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોનું મિલેટ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમના ભાગરૂપે ડૉ. મીતલબેન ઠક્કર, આયુષ વિભાગ દ્વારા મિલેટના પ્રકાર, જરૂરિયાત અને તેના પ્રોડક્શન અંગેની માહિતી આપવામાં આવી હતી.  મિલેટમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય અને તેનાથી થતા લાભ અંગે પ્રેઝન્ટેશન મારફતે સમજ આપવામાં આવી હતી. તેમજ પાયલબેન મેઘાણી વિભાગીય કન્સલ્ટન્ટ ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ દ્વારા ગ્રોથ મોનીટરીંગ ડિવાઇસના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક પ્રેઝન્ટેશન તથા પ્રેક્ટીકલ ડેમો દ્વારા સમજ અપાઇ હતી.

તેમજ વજન અને ઉંચાઈ કરવાની સાચી રીત અંગે માહિતી આપવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી આવેલા મુંજાલ જોષી, સ્ટેટ કન્સલ્ટન્ટ, પોષણ અભિયાન દ્વારા પોષણ ટ્રેકર એપ્લીકેશનના અસરકારક ઉપયોગ અને IT ને લગતી તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કુપોષણનું સ્તર ઘટાડી પોષણસ્તરમાં સુધારો કરવા યોગ્ય રીતે વજન ઉંચાઈ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ લેવલ પર ફરજ બજાવતા આંગણવાડી બહેનો મિલેટના ઉપયોગ અંગે લોકોને જાણકારી આપે તેવી માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા આઈ.સી.ડી.એસ ટીમ કચ્છ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment