ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામમાં તા.૧૨/૦૧/૨૪ ને શુક્રવારના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગારીયાધાર તાલુકાના નવમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૧૨/૦૧/૨૪ ને શુક્રવારના રોજ સવારના ૯-૦૦ કલાકે વેળાવદર ગામની શાળામાં રાખેલ છે. જેમાં વેળાવદર, મોટાચારોડીયા, મોરબા, વિરડી, નાની વાવડી, ફાચરીયા, નવાગામ, ખોડવદરી, બેલા, સરંભડા, લુવારા, મેસણકા, ઠાંસા, ગુજરડા, ભંડારીયા, ગણેશગઢ, રૂપાવટી, પાલડી, સારીંગપુર, ડમરાળા, સાતપડા, સમઢીયાળા, રાણીગામ ગામોને આવરી લેવામાં આવેલ છે. જેથી આ ગામોના લોકોને આવક, જાતિ, ડોમીસાઇલ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ વિગેરે વિવિધ કામો માટે હાજર રહેવા વિનંતિ છે જે તાલુકા વિકાસ અધિકારી ગારીયાધારની યાદીમાં જણાવેલ છે.

 

Related posts

Leave a Comment