હિન્દ ન્યુઝ, ભરૂચ જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજના વિશ્વ વન દિવસે વાત કરીયે, ભરૂચ જિલ્લાના પ્રકૃતિપ્રેમી બે યુવાનો, ખેડૂત નીતિન ભટ્ટ, અને વેપારી મોહમ્મદ…
Read MoreDay: March 21, 2023
હજીરા ઓએનજીસી ખાતે ઓફસાઈટ ઈમરજન્સી સ્થિતિની સતર્કતા અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરતના હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે જિલ્લા ઓફસાઈટ ઈમરજન્સી પ્લાન અંગે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ઓ.એન.જી.સી. હજીરા પ્લાન્ટમાં નેશનલ હાઈવે-૫૩ને અડીને મટિરિયલ ગેટ ખાતે સવારે ૧૧.૪૦ વાગે અચાનક એલપીજી ગેસ ભરેલી ટ્રકમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હતી. જે અંગે તત્કાલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-હજીરાને જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી કોલ મળતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાસ્થળે એક વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આગ…
Read Moreઆયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળા યોજાયો, ૬૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ તા. અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી દ્વારા દિપપ્રાગટ્ય તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. મેળામાં અન્ય મહાનુભાવોમા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ મામલતદાર રાવલ, પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ સરકારી કોલેજ આચાર્ય ર્ડા.સોનારા, ડો હંસરાજભાઇ પટેલ, સરપંચ શ્રીમતી સંગીતાબેન શર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.જે.એન.મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામા આવ્યું હતું.…
Read Moreનિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે, અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી
હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુ સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું. દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા પરમવીરસિંહજી પરમાર અને પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા “વસંતના વધામણાં” કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ…
Read Moreસ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યુઝ, પાલનપુર ગામડાઓને સુંદર- સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતેથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ જેટલાં ઇ-વ્હીકલની ચાવી એનાયત કરી વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી ૧૨ જેટલાં ઇ-વ્હીકલ્સ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા ૧૬ ઇ-વ્હીકલની ડિલીવરી ટૂંક સમયમાં મળવાની છે. આમ કુલ મળી ૨૮ જેટલાં ઇ-વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવશે. દરેક તાલુકાને…
Read Moreતા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આજીડેમ, કોઠારીયા, શ્યામનગર, કોઠારીયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રધ્યુમનપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદીર, મારૂતિચોક, શીતળાધાર તથા આજુબાજુમાંથી ૪૦ (ચાલીસ) પશુઓ, કેયુરપાર્ક, સંતકબીર મેઈન રોડ, રામાપીર મંદીર ચોક, દુધસાગર મેઈન રોડ, ગોકુલ આવાસ, ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ, કેસરીપુલ રોડ, બેડીપરા વિગેરે વિસ્તારમાંથી ૧૮ (અઠાર) પશુઓ, મનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે,…
Read Moreબળદગાડામાં ડિલીવરી કરાવી ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર ૧૦૮ ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને E M R I GHS સંચાલિત ૧૦૮ ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી…
Read Moreભાવગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિ નો આરોગ્ય સેવાની જાણકારી અંગે વર્કશોપ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિનો આરોગ્ય સેવાની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાયો હતો. ભાવનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચનાથી આરોગ્ય સેવામાં લોકભાગીદારી વધે અને છેવાડાના માનવી સૂધી સારી આરોગ્ય સેવાના સંકલન માટે સર્કિટહાઉસ ભાવનગર ખાતે તા ૨૧ માર્ચના રોજ વર્કશોપ યોજાયો હતો. જેમાં લોક પ્રતિનિધિ તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુભાઈ ફાલકી, અજય ભાઇ, વર્ષાબેન ડાભી, રામજીભાઇ પટેલીયા, મનજીભાઇ મકવાણા, ઝરીનાબેન ઘોઘા, વાલીબેન પરમાર જાગૃતિ બેન, લાડુબેન બાંભણીયા, એસ પી ગલચર, વિષ્ણુભાઈ પાળીયાદ, કિરીટ સિહ ગોહિલ,…
Read Moreરીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ પર વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં નારી ગામ પાસે સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ કવિતા ના માધ્યમથી લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૧ માર્ચ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ’ ઉજવવામાં આવે છે. ભાવનગર ના યુવાનો માં વૈજ્ઞાનિક અભિગમ ની અભિવ્યક્તિ કવિતાના માધ્યમ થી કરવાના હેતુ થી આરએસસી ભાવનગર દ્વારા STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો ઉપર કવિતા ના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં યુવા…
Read Moreશિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪ ગામોના ૬૬ માતાઓની તપાસ કરવામાં આવી હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, આર. સી. એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી તથા ટી.એચ.ઓ ડો.કણઝરિયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સણોસરા (તાલુકા શિહોર ) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એચ.સી. સણોસરા નીચે આવતા ૧૪ ગામોના ૬૬ એ. એન. સી. ની તપાસ કરવામાં આવી હતી. આ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.એ.આર.હુનાણી તથા ડો.પ્રકાશ ભટ્ટ દ્વારા તમામની તપાસ…
Read More