સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ચિત્ર-વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં આદિજાતિનો ભાતીગળ લોકમેળો ભરાયો

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા              ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો માનીતો ભાતીગળ મેળો એટલે ચિત્ર-વિચિત્રનો મેળો આ મેળો હોળીના તહેવાર પછી ૧૫માં દિવસે ઉજવાય છે. અને બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર ઉમટી પડે છે. પૂર્વજોની શ્રાધ્ધવિધી તેમજ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ આ મેળામાં આનંદ ઉલ્લાસ સાથે સવારે શોકમગ્ન બની વિધી કરે છે. મહાભારત કાલીન પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ મેળો યોજાયો…

Read More

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ            ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે ચેટીચાંદના પાવન અવસરે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ સ્વામીનારાયણ મંદિર (BAPS)ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે મંત્રી રાઘવજીભાઈ પટેલે કષ્ટભંજનદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીએ સાળંગપુર ખાતે શાસ્ત્રી હરિપ્રકાશદાસ-અથાણાવાળા, મુની સ્વામીજી, કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીજીના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી, ઈન્ચાર્જ જિલ્લા…

Read More

ઝમરાળા અને રતનવાવ ગામના ગોબરધન યોજનાના તેમજ સૂર્ય શકિત યોજનાના લાભાર્થીની મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ              ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન ઝમરાળા ગામ સ્થિત શ્રી ફકકડાનાથ બાપા જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં પ.પૂ. મહંતશ્રી જયદેવદાસજી બાપુએ મંત્રીને જગ્યા અને ગૌશાળા વિશે માહીતગાર કર્યાં હતા. ત્યારબાદ મંત્રીએ ઝમરાળા ગામના ગોબરધન યોજનાના લાભાર્થી દિપકભાઈ નરસિંહભાઈ રાઘાણીના ઘરની મુલાકાત લઈ હતી. આ યોજના અંતર્ગત ખેડૂત કઈ રીતે ગોબર માંથી ગેસ ઉત્પન્ન કરે છે તે અંગે માહિતી મેળવી હતી. યોજના સંદર્ભે લાભાર્થી સાથે ચર્ચા વિચારણા…

Read More

બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, બોટાદ         ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ જેવી સંસ્થાઓ જીવદયાને વરેલી હોય છે. બ્રાઝિલમાં આર્થિક ક્રાંતિની પાછળ અહીંની ગાયોની પ્રજાતી નો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના થકી પશુદીઠ સહાયની ચૂકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.…

Read More

ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ               મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા…

Read More

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ ખાતે એમોનિયા લીકેજ : એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શહીદ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૨૩ માર્ચના રોજ ‘શહીદ દિવસ’ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે ૧૯૩૧ માં ભારતની આઝાદીની લડત દરમિયાન ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસને ચિહ્નિત કરે છે. આ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ‘શહીદ દિવસ’ શા માટે ઉજવવામાં આવે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન મિનેશ ખારવા દ્વારા ‘શહીદ દિવસ’ ની માહિતી આપતો એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો…

Read More

ભાવનગરનાં ભૂભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ મા ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દીવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલીનાં નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, ટીબી અધિકારી ડો. પી વી રેવર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણીના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા સુપર વાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા બાળકોને ટીબી થી બચવાના ઉપાયો અને ટીબી રોગ વિષે માહિતી અપાઈ હતી. આ…

Read More

ભાવનગરમા તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ – ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ…

Read More

શહીદ દિન નિમિત્તે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર દ્વારા કચ્છમાં મેડીકલ કેમ્પ યોજાયા

હિન્દ ન્યુઝ, ભુજ        દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ભુજ તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર માધાપર, સુખપર, નારાણપર તથા અંજાર દ્વારા શહીદ દિન તથા ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલના જન્મદિન નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન  તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન જોરાવરસિંહ રાઠોડ, કિરીટસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઇ ખેતાણી, નરનારાયણ દેવ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ ગોરસીયા, કેશરાભાઇ વેકરીયા, કાનજીભાઇ વેકરીયા, ભાવનાબેન વેકરીયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, ભગવતીબેન સેંઘાણી , હરજીભાઇ વેકરીયા, નારણ વેકરીયા, અરજણભાઇ છાંગા, રણછોડભાઇ વરચંદ,…

Read More