હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.1 ઉપર તા.૨૯/૩/૨૦૨૩ના 273 Coy ASC (Sup) Type A ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
Read MoreDay: March 27, 2023
ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત સ્ટેટ લેવલ કોસ્ટલ સિક્યુરિટીની બેઠક અને ડિપાર્ટમેન્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં.૦૮માં માનવ વસ્તી વગરના ટાપુઓ પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ ૦૫ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. જે ટાપુઓ પર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,આ ટાપુઓ/રોક (ખડગ) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી,તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત…
Read Moreગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ ૨૯.૦૩.૨૦૨૩થી તા.૩૧.૦૩.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તારીખ ૨૯.૦૩.૨૦૨૩થી તા.૩૧.૦૩.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી…
Read Moreવન વર્લ્ડ ટીબી સમીટમાં ઝળક્યું ગીર સોમનાથ, રાષ્ટ્રીય કક્ષાએ મળ્યો સિલ્વર મેડલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિશ્વ ક્ષય દિન નિમિતે વારાણસી ખાતે વન વર્લ્ડ ટીબી સમીટનું આયોજન થયુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં વર્ષ ૨૦૧૫થી વર્ષ ૨૦૨૨ દરમિયાન ટીબીના નવા કેસોમાં ૩૦ ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો જેને અનુલક્ષી ગીર સોમનાથ જિલ્લાએ નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. આ કામગીરી હેઠળ તા.૨૬/૧૨/૨૦૨૨થી તા.૧૩/૦૨/૨૦૨૩નાં સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં ૯ ગામોમાં/ સુત્રાપાડા વોર્ડ ૦૧ વિસ્તારમાં સબ નેશનલ સર્ટીફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલ. જેમાં ૧૦૦૦૦ ઘરનું સર્વેલન્સ કરવામાં આવેલ અને ૧૯૧ સ્પુટમ સેમ્પલ કલેકશન કરવામાં…
Read Moreશિવરાત્રી પર્વે વૃદ્ધોને સોમનાથનો વસ્ત્રપ્રસાદ અને મહાપ્રસાદ પહોંચાડવાનો સેવા રથ 12 જિલ્લામાં પહોંચ્યો
હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની વદ તેરસને માસિક શિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. શિવરાત્રિના હજારો ભક્તોની મેદની વચ્ચે જ્યોતપૂજન, મહાપૂજા, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ આ સાથે જ માસિક શિવરાત્રી પર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં કાર્ય કરતું સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે માનવતાની પૂજા પણ કરી રહ્યું છે. 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. જેમાં પ્રત્યેક માસિક શિવરાત્રી પર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વૃદ્ધાશ્રમ દિવ્યાંગ ગૃહોમાં…
Read Moreમાંડવી ખાતે યોજાયેલા પાંચમા આયુષ મેળાનો ૩૦૦૦થી વધુ મુલાકાતીઓએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા આયોજિત અને માંડવીના તાલુકા હેલ્થ ઓફિસ, આઈસીડીએસ વિભાગ, નગરપાલિકા અને સામાજિક અગ્રણીઓના સહકારથી જૈન પૂરી, માંડવી ખાતે કચ્છ જિલ્લાનો પાંચમો ભવ્ય આયુષ મેળો સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તથા માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે આ આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી, માંડવી…
Read Moreખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
હિન્દ ન્યુઝ, ભૂજ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોલાર એનર્જીનું મહત્વ સમજીને સૌ પ્રથમવાર સોલાર-વિન્ડ હાઇબ્રીડ પોલીસી બનાવી છે. વિશ્વના સૌથી મોટા ૩૦ હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.આજે વિધાનસભા ખાતે ગુજરાતમાં કાર્યરત વીજ ક્ષમતાના પ્રોજેક્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે.આ માટે…
Read Moreવસુંધરા રેસીડેન્સી, કેશવ વિલા અને આત્મીય કોલેજ ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ વસુંધરા રેસિડેન્સી, કેનાલ રોડ, રાજકોટ (૨) તા.૨૬/૦૩/૨૦૨૩ ના રોજ કેશવ વિલા એપાર્ટમેન્ટ, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ (૩) આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી…
Read Moreભાવનગરમાં “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાનગરપાલિકાકક્ષા ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાયો હતો. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરવામાં આવ્યા હતા. ભારત સરકાર આયુષ મંત્રાલયના સૂચના વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત હર ઘર ધ્યાન કાર્યક્રમ…
Read Moreખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.૨૬ ના રોજ ખોડીયાર મંદિર, જી.ભાવનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે સુ સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ, અને શહેર ભા.જ.પ. પ્રમુખ અભય સિંહ…
Read More