ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માનવ વસ્તી વગરના ટાપુઓ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગુજરાત સ્ટેટ લેવલ કોસ્ટલ સિક્યુરિટીની બેઠક અને  ડિપાર્ટમેન્ટ લેવલ કોસ્ટલ સિક્યુરિટી કમિટીની બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા  નં.૦૮માં માનવ  વસ્તી વગરના ટાપુઓ પર  ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં  નાના-મોટા કુલ ૦૫ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. જે ટાપુઓ પર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,આ ટાપુઓ/રોક (ખડગ) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી,તેમજ સુરક્ષાને લગત  કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવુ કોઈ કૃત્ય કરવું નહીં  જેમા ટાપુઓમાં સીમર ભેંસલા આઈલેન્ડસીમર ભેંસલા રોકસરખડી વિસ્તારમાં રોકસૈયદ રાજપરા રોકમાઢવાડ ભેંસલા રોકના ટાપુઓ/રોક(ખડક) પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી કે સુરક્ષાને લગતા પ્રશ્નો ઉભા થાય એવા કૃત્યો પર મનાઈ ફરમાવવામાં આવે છે.

જિલ્લાની સુરક્ષાને ધ્યાનમાં લઈ આ જાહેરનામું તા.૨૧-૦૫-૨૦૨૩ સુધી અમલમાં રહેશે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.

Related posts

Leave a Comment