કલેકટર ડી કે પારેખની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં આજરોજ આયોજન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ આપત્તિ વ્યવસ્થાપન અંગે દરેક વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ભાવનગરમાં તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ – ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ…

Read More

ખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે આગામી તા.૨૬ નાં રોજ શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ ખોડીયાર મંદિર, જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે જીતેન્દ્રભાઈ વાઘાણી, સુ સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ…

Read More

પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ આધાર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૮૫૦૦ નો દંડ કરાયો આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા પાલીતાણા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓ ને ત્યાં રેડ કરી કુલ ૮,૫૦૦/- રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો. જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર…

Read More

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ જેમાં પુર્ણાશક્તિ અને શ્રીધાન્યમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૩ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લાના પંચાયત દ્વારા તેમજ કોર્પોરેશન હસ્તક તમામ આંગણવાડી કેન્દ્રમાં કિશોરી મીટીંગ કરવામાં આવી જેમા પુર્ણાશક્તિ અને શ્રી ધાન્ય માંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ તેમજ તેમાંથી મળતા પોષણ મહત્વ સમજાવવા આવ્યું હતું. આ મિટિંગમાં આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાબેન દેસાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કિશોરીઓને માર્ગદર્શન પૂરું પડ્યું…

Read More

ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો

હિન્દ ન્યુઝ, સુરત               દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધવામાં આવ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય (ટીબી) દિવસ ઉજવવામાં આવે…

Read More

નર્મદા જિલ્લામાં સૌના મોઢે એક જ વાત : “Yes ! We can end TB”

હિન્દ ન્યુઝ, નર્મદા           જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોચે વર્ષ – ૧૮૮૨ એ ૨૪મી માર્ચના રોજ વિશ્વને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ કરી માટે દર વર્ષે ૨૪ મી માર્ચને “વિશ્વ ક્ષય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “Yes ! We can end TB”, કોરોના બાદ અબ કી બાર ટીબી પે પ્રહાર… જેવી રીતે કોરોના મહામારી દરમિયાન દેશના પ્રત્યેક નાગરિકોએ માસ્ક, સેનિટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એકતા-અનુસાશનનો વિશ્વને પરિચય આપીને કોરોના પર જે રીતે આકરો પ્રહાર કર્યો, તેનો શ્રેય કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત “પ્રજા-તંત્ર” ને જાય છે. દેશને વર્ષ…

Read More

ચાલો નિક્ષય મિત્ર બનીને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ : “Yes We Can End TB ”

હિન્દ ન્યુઝ, સુરત  “વિશ્વ ક્ષય દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “Yes We Can End TB ” છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ -૨૦૨૫ માં “ટીબી મુક્ત ભારત” ના આહવાનને યથાર્થ કરવા માટે જન ભાગીદારી જરૂરી છે. જિલ્લામાંથી ટીબી જેવા…

Read More

એલએમવી વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ          પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબાર યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-FC, GJ-12-DM, GJ-12-DS, GJ-12-EE, GJ-12-FA, GJ-12-FBનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૨/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦૨/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦૨/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર…

Read More

કોડિનાર “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોડિનાર તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કોડિનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.     ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત કોડિનાર ખાતે કાર્યક્રમમાં વિવિધ  કુલ ૧૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

Read More