પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર

પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ આધાર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૮૫૦૦ નો દંડ કરાયો

આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા પાલીતાણા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓ ને ત્યાં રેડ કરી કુલ ૮,૫૦૦/- રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો.

જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર પાલીતાણા ડો. દીપક મકવાણા, જયેશભાઈ શેઠ મેલેરિયા શાખા, હેતલબેન મકવાણા જિલ્લા ટોબેકો કાઉનસેલર, ગાગિયાભાઇ તાલુકા સુપરવાઈઝર દ્વારા કામગીરી કરવામા આવી હતી.

Related posts

Leave a Comment