રાજકોટ શહેર પોલીસ માટે વધુ એક શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ

રાજકોટ,

 

રાજકોટ ખાતે તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની માધાપર ચોકડી પાસે મહાવીર રેસિડેન્સીમાં રહેતા અંકિત બકુલભાઈ શાહ નામના વણિક યુવકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૮ જૂનના રોજ ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી ૨૮ બોટલ દારૂ સાથે મારા મોટાભાઈ નમનની કાર કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. P.S.I જેબલિયાને P.I વાળા સાથે વાંધો છે. અને જેબલીયા તને મળવા માંગે છે મેં ના પાડતા પરાણે બાઇકમાં અપહરણ કરી લઇ ગયા હતા અને નાણાવટી ચોકમાં આઈ-20 કારમાં બેસાડી જેબલીયા સાથે વાત કરાવી હતી. તેઓએ દારૂના કેસમાં સેટિંગ કરવું છે. તેમ કહી રશ્મિનભાઈ સાથે સ્પીકર ફોનમાં વાત કરાવી હતી. P.I વાળાને A.C.B ના ગુનામાં ખોટી રીતે ફિટ કરાવી દેવા સતત દબાણ કરતા હતા. બાદમાં ત્યાંથી નીકળીને મને મારો મોબાઈલ પરત આપી દીધો હતો. અને મેં એમને એમનો ફોન આપી દીધો હતો. બાદમાં આ લોકો સતત ફોન કરતા હતા. પરંતુ હું રિસીવ કરતો ન હતો. અને ઘરે આવીને પણ તમારા દીકરાને સમજાવી દેજો નહિતર અમો તેને જોઈ લેશું કહી ધમકી આપતા હતા. અંતે આ અરજી આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં P.S.I જેબલીયા, પ્રશાંત રાઠોડ, પ્રતાપ સેલાર અને વિશાલ નામના શખ્સ સહીત ચારેય સામે અપહરણ કરી ધમકી આપવા અંગે ગુનો નોંધાતા P.I ઠાકર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment