રાજકોટ,
રાજકોટ જીલ્લાના ૮ તાલુકાના ૩૧ વિસ્તારોને માઈક્રો ક્ધટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની દરખાસ્ત રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને રાજ્ય સરકારમાં મોકલી છે. દરખાસ્ત મોકલવાની સાથો આવા વિસ્તારોમાં ક્ધટેઈનમેન્ટ ઝોનને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લાના ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, રાજકોટ અને પડધરી તાલુકાના ૩૧ વિસ્તારો ક્ધટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળી ખાતે મેલડી માતા મંદિર વાળી શેરી બોરડી સમઢીયાળીમાં હનુમાનજી મંદિર વાળી શેરી ક્ધટેનમેન્ટ ઝોનમાં સમાવાયા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ