રાજકોટ શહેર એ.ડિવિઝનમાં ફોજદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા P.I એલ.એલ.ચાવડાને પ્ર.નગર P.I તરીકે ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટ,

 

રાજકોટ શહેર તા.૧૨.૭.૨૦૨૦ ના રોજ રાજ્યભરમાં ફરજ બજાવતા ૩૯ પોલીસ ઇન્સ્પેકટર અને ૫૭ પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ ગત તા.૩ ના રોજ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ૩ અને રાજકોટ શહેરમાં ૪ P.I ની નિમણુંક કરવામાં આવી હતી. રાજકોટ ખાતે C.I.D ક્રાઇમના કે.એન.ભુકાણ, A.C.B ના એલ.એલ.ચાવડા, અમરેલીના જે.ડી.ઝાલા અને કચ્છ-ભુજના બી.આર.ડાંગરને P.I તરીકે બદલી આપવામાં આવી છે. બદલી પામેલ પૈકી એલ.એલ.ચાવડાને રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એલ.એલ.ચાવડા અગાઉ રાજકોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં P.S.I તરીકે ૨૦૧૭ માં ફરજ બજાવી ચુક્યા છે. પ્ર.નગર P.I વણઝારા હાલ રજા ઉપર હોવાથી ચાવડાને ત્યાંનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમજ બી.આર.ડાંગર પણ રાજકોટમાં ફરજ બજાવી ચુક્યા છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment