રાણપુર ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન અપાયું

હિન્દ ન્યુઝ, બોટાદ રાણપુરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ શાખાના ઉપક્રમે પૂર્ણા યોજના હેઠળ “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં કિશોરીઓને મહાનુભાવો દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા સ્ટોલ પણ પ્રદર્શિત કરાયા હતા. કાર્યક્રમમાં આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Read More

રૈયા રોડ ઓવરબ્રિજ મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હકીકતલક્ષી ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા જંકશન પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ગાબડું પડવાના ગઈકાલ સમાચાર મળતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હકીકતલક્ષી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે, તેમ મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. વધુમાં મેયરએ સબંધક અધિકારીને તપાસ કરવા તેમજ અન્ય ઓવરબ્રિજોની ચકાસણી કરવા જણાવતા વેસ્ટ ઝોન કચેરીના એન્જીનિયરઓ દ્વારા રૈયા જંકશન બ્રિજની તપાસ કરતા જોઇન્ટની જગ્યામાં પોપડુ પડેલ અને આ પોપડુ પડવાથી કોઈ ગંભીર સમસ્યા નથી. બ્રિજ બંધ રાખવો પડે તેવો કોઈ પ્રશ્ન નથી. પડેલ ગાબડું આજરોજ રીપેર કરી આપવામાં…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કેવીકે તથા નાબાર્ડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયો એક દિવસીય સેમિનાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકેની ઓળખ મળી છે ત્યારે કેવીકે ગીર સોમનાથ દ્વારા નાબાર્ડ બેંકના આર્થિક સહયોગ થકી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે “મિલેટ: માનવનો મુખ્ય આહાર” થીમ પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મિલેટ પ્રત્યેના હકારાત્મક મંતવ્યો રજૂ કરી ખેડૂતો પ્રાકૃતિક ખેતીની સાથે સાથે મિલેટની ખેતીને પણ વેગ આપે તેવી અપીલ કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોનું મિલેટની ડૂંડીનો ઉપયોગ કરીને બનાવાયેલા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. ડૉ. કે. ડી. મુંગરાએ ખૂબ જ સરળ ભાષામાં મિલેટની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ આવનારા…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ             ગુજરાત માધ્યિમક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો તા.૧૪ મી માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ નિર્ભયપણે અને  શાંત વાતાવરણમાં  આપી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિહ ગોહિલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ જણાવ્યું હતુ કે, બોર્ડની પરીક્ષાઓ તણાવમુક્ત અને શાંત વાતાવરણમાં યોજાય અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતે આયોજન કરવા જણાવ્યુ હતુ અને કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને પરીક્ષાની કામગીરી…

Read More

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે કચ્છના રાજીબેન વણકરનું પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે સન્માન

સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 ભુજ આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી કરીને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ દ્વારા સન્માનિત કરાયા હતા. ભારત સરકાર દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને બાયો ડીગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના વરદહસ્તે આ સન્માન પ્રાપ્ત થયું છે.

Read More