મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સ ના સુચારૂ અમલીકરણ માટે દિશાનિર્દેશો આપ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDC ને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની ૯૮મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. મુખ્યમંત્રીએ…

Read More

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા આરોગ્યના ખૂબજ અગત્યના વિવિધ હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે તા: ૧૪ માર્ચ ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર , એમ. પી. એચ. એસ. સ્ત્રી આરોગ્ય કાર્યકર , પુરુષ આરોગ્ય કાર્યકર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવીકા, સીડીપીઓ અને આશા બહેનો દ્વારા આરોગ્યના ખૂબ જ અગત્યના એવા હેલ્થ ઇન્ડિકેટર્સ – માતા મરણ,…

Read More

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે આગામી તા. ૨૦ માર્ચના ના રોજ જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮(આઠ) પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે,…

Read More

ભાવનગર જિલ્લાના રોજગારવાંચ્છુકો અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘર બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ અનુબંધમ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ ઉપલબ્ધ રોજગારીની જગ્યાઓની માહિતી નોકરીદાતાઓ દ્વારા નોંધવામાં આવે છે. જેમાં ઉમેદવાર જાતે જ જેતે…

Read More

શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી શાળા ગૌરવ સન્માન થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ, ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ…

Read More

કમોસમી વરસાદની આગાહીનાં પગલે આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ બાગાયત નિયામક, ભાવનગર દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે, હાલ કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાને લેતા આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા…

Read More

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે…

Read More

Old Regimeનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેવા પેન્શનરઓએ જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે આધારો આપવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ- કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરઓને જણાવવાનું કે, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪થી આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરઓ Old Regime નો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં નિયત નમૂના ફોર્મ 12BB અને આધારો તથા વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OId Regime નો વિકલ્પ આપેલ હશે તે સિવાયના તમામ પેન્શનરઓ New Regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે…

Read More