Old Regimeનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેવા પેન્શનરઓએ જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે આધારો આપવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ

જિલ્લા તિજોરી કચેરી, ભુજ- કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરઓને જણાવવાનું કે, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪થી આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરઓ Old Regime નો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં નિયત નમૂના ફોર્મ 12BB અને આધારો તથા વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OId Regime નો વિકલ્પ આપેલ હશે તે સિવાયના તમામ પેન્શનરઓ New Regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે એવું જિલ્લા તિજોરી કચેરી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે

Related posts

Leave a Comment