હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠામંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જીએચસીએલ ગેસ્ટહાઉસ સંજય નગર સુત્રાપાડા ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ કામો અંતર્ગત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી.
આ રીવ્યુ બેઠકમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુથ યોજનાના પ્રગતિ હેઠળના કામોનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. જુથ યોજનાઓ અંતર્ગત પ્રગતિમા કામોની અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.જેમા જુનાગઢ જીલ્લા જુથ યોજના અંતર્ગત ૧૧ કામોની ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગીર સોમનાથ જીલ્લાના ૪ પ્રગતિ હેઠળની યોજનાઓમાં પ્રાંચી ગૃપની મંજૂરી અંગે ફોલોઅપ મેળવવામાં આવ્યો હતો.
મંત્રીએ જણાવ્યુ હતુ કે જે કામોની મંજૂરીઓ મેળવવાની બાકી છે તેની મંજૂરીઓ તાત્કાલિક મેળવવી અને જે કામો પ્રગતિમાં છે તેની સમયસર કામગિરિ પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યુ હતુ.ત્યારબાદ હિરાકોટ બંદરના દરીયાઈ ધોવાણથી નુકસાન થતુ હોવાની કોસ્ટલ પ્રોટેક્શન પ્રકારની દિવાલ બનાવવાની રજુઆત અન્વયે ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળના અધિકારીઓ મંત્રી અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સ્થળ મૂલાકાત કરી હતી.અને આદ્રી થી મૂળ દ્વારકા વિસ્તરણ નહેરના કામ માટે સિધ્ધાંતિક મંજુરી મળી છે. જે અન્વયે દેવકા નદીથી હિરણ નદીની લીક -૨ની સ્થળ મૂલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન મુખ્ય ઈજનેર અને અધિક સચિવ એસ.યુ.કલ્યાણી, કાર્યપાલક ઈજનેર ભરતભાઈ નાઈ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.પી.કલસરીયા સહિતના સિંચાઈ અને પાણી પૂરવઠા વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.