હિન્દ ન્યુઝ, ભાવનગર
નાયબ બાગાયત નિયામક, ભાવનગર દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે, હાલ કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાને લેતા આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઈયળ નો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.