તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આજીડેમ, કોઠારીયા, શ્યામનગર, કોઠારીયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રધ્યુમનપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદીર, મારૂતિચોક, શીતળાધાર તથા આજુબાજુમાંથી ૪૦ (ચાલીસ) પશુઓ, કેયુરપાર્ક, સંતકબીર મેઈન રોડ, રામાપીર મંદીર ચોક, દુધસાગર મેઈન રોડ, ગોકુલ આવાસ, ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ, કેસરીપુલ રોડ, બેડીપરા વિગેરે વિસ્તારમાંથી ૧૮ (અઠાર) પશુઓ, મનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે, રોજરી સ્કુલ પાસે, શાસ્ત્રીનગર, દર્શન સોસાયટી, ગોપાલચોક, ભીડભંજન સોસાયટી, સાધુવાસવાણી રોડ, બંસીધરપાર્ક, સ્લમક્વાર્ટર, શીતલપાર્ક વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓગણપચાસ) પશુઓ કનૈયાચોક રંભામાંની વાડી, સમૃદ્ધ સોસાયટી, ગાર્બેજ સ્ટેશનની સામે, રૈયાધાર એનિમલ હોસ્ટેલ મેઈન રોડ, દ્વારકાધીશ હાઈટ્સ, રૈયાગામ, ભીડભંજન સોસાયટી, પાણીનાં ટાકાં સામે, નાગેશ્વર, ૨૫ વારીયા, શ્યામનગર, નંદાપાર્ક વિગેરે વિસ્તારોમાંથી ૪૮ (અડતાલીસ) પશુઓ, રામપાર્ક, કોઠારીયારોડ, હરીધવારોડ, વીરાટ હનુમાન ચોક, ખોડીયાર સોસાયટી, હુડકો શાક માર્કેટ, દેવપરા, સહકાર મેઈન રોડ, સ્વામીનારાયણનગર, ગોકુલધામ સોસાયટી પાસે, ગીતાનગર, સોરઠીયા વાડી પાસે, ન્યુ રામેશ્વર સોસાયટી, બાબરીયા ક્લોની, ૮૦ ફૂટ રીંગ રોડ વિગેરે વિસ્તારોમાંથી ૧૮ (અઢાર) પશુઓ, છપ્પનીયા ક્વાર્ટર, RTO પાસે, નરસિંહનગર, માર્કેટીંગયાર્ડ, હુડકો ક્વાર્ટર, શિવમનગર, નવાગામ, જયજવાન જયકીશાન વિગેરે વિસ્તારમાંથી ૨૪ (ચોવિસ) પશુઓ, કીટીપરા, જંકશન ક્વાર્ટર, રેલનગર, સંતોષીનગર, પોપટપરા, રેલ્વે જંકશન, રૂખડીયા મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૨૮ (અઠીયાવિસ) પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment