આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળા યોજાયો, ૬૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
           બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ તા. અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી દ્વારા દિપપ્રાગટ્ય તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. મેળામાં અન્ય મહાનુભાવોમા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ મામલતદાર રાવલ, પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ સરકારી કોલેજ આચાર્ય ર્ડા.સોનારા, ડો હંસરાજભાઇ પટેલ, સરપંચ શ્રીમતી સંગીતાબેન શર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.જે.એન.મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામા આવ્યું હતું. સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસર ર્ડા.અલ્પેશ જોષી તથા તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી ૧૮૫ હોમિયોપેથી નિદાન સરવારના લાભાર્થી, ૯૫ યોગ નિદર્શન કેમ્પના લાભાર્થી, ૭૩૭ અગ્નિકર્મના લાભાર્થી ૨૨, આયુષ પ્રદર્શનીના લાભાર્થી ૩૮૧૧, પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી ૪૩, ઉકાળા લાભાર્થી ૬૧૫, તથા અન્ય લાભાર્થી મળી ૧૦૦૯ એમ કુલ ૬૦૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ લીધો હતો. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીની અખબાારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment