સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે પારેખની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી આયોજન હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

છેલ્લા ૧૦ વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પી.પી.ટી.ના માધ્યમથી જાણકારી અપાઈ હતી.

કલેકટર ડી કે પારેખે જણાવ્યું હતું કે ઉનાળામાં માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું. સંભવીત હિટવેવની આગાહી IMD કરશે. હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવાની સુચના અધિકારીઓને કલેક્ટરએ આપી હતી.

વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓ વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરાઇ હતી.

રાજ્યના તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યા તડકો ન લાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, ૧૦૮ ની સગવડ, ગરમીના કારણે સમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલ્લોવા અધિક નિવાસી કલેકટર બી જે પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન ઝરુ, સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment