હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં નગરપાલિકા સ્ટેડીયમ, છારા ઝાપા રોડ, કોડીનાર ખાતે ૭૪માં “પ્રજાસત્તાક પર્વ” ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરએ રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીરવીન્દ્ર ખતાલેને અપર્ણ કર્યો હતો. શિયાળાની સવારે ૯ કલાકે નગરપાલિકા સ્ટેડીયમ, કોડીનારમાં યોજાયેલ કાર્યક્રમમાં ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જીપમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું. બાદમાં માર્ચ પાસ્ટનું અને ટેબ્લો નિદર્શન કર્યું હતું. “પ્રજાસત્તાક પર્વ” ની શુભેચ્છા પાઠવી કલેક્ટરએ કહ્યું કે, આજે ૭૪ માં…
Read MoreDay: January 26, 2023
જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસતાક પર્વની તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિનની આઇ.ટી.આઇ., તળાજા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મંત્રીએ પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહગાન વચ્ચે ત્રિરંગો લહેરાવ્યો હતો. તેમણે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું. દેશના મહાપુરૂષો એવાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરી તેમના પ્રત્યેનો કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો હતો. ભાવનગરના પ્રજાવત્સલ…
Read Moreભાવનગર ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી…
Read Moreકથાના ચોથા દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિના માહાત્મય ના કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ ઉજાગર કરેલ, પ્રભાસમાં જ શિવ-શક્તિના પુજનનો સમજાવેલ કથાઅંશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સુરદાસજી જ્યારે મંદિરમાં જતા ત્યારે લોકો તેઓની ટીકા કરતા કે તમે મંદિરે શુકામ જાઓ છો, તમે કચડાઇ જશો.. તમે ક્યાં ભગવાનને જોઇ શકો છો. ત્યારે સુરદારજી સૌ ને કહેતા કે હું તો પ્રજ્ઞાચક્ષુ છુ, હું ભગવાનને જોઇ શકતો નથી, પણ ભગવાન તો અંતર્યામી છે એ તો મને જુએ છે… शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ભગવાન શિવનું હ્રદય ભગવાન વિષ્ણુ છે, વિષ્ણુભગવાન નું હ્રદય ભગવાન શિવ છે. હરિ-હર ની નિકટતા ખુબ ગાઢ અને અનેરી છે. ત્રણ ગુણો છે, સત્વગુણ-રજોગુણ-તમોગુણ. સત્વગુણ નો રંગ સફેદ…
Read Moreજી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, ભુજ આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળીને જી-૨૦ પરિષદના અનુસંધાને કલેકટર દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સુચન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના…
Read More