હિન્દ ન્યુઝ, થરાદ જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય, એસ.એમ.વારોતરીયા, વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓ તથા આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આર.એસ.દેસાઈ, પો.ઈન્સ. થરાદ પો.સ્ટે.નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.સ્ટાફના માણસોને સૂચના આપેલ કે, આજથી સાડા આઠેક માસ અગાઉ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી ટ્રકમાં ગે.કા.દારૂની હેરાફેરી કરતા પકડાયેલ આરોપી સામે જરૂરી વિગતો મેળવી એલ.સી.બી. પાલનપુરનાઓ પાસા દરખાસ્તો તૈયાર કરેલ જેની…
Read MoreDay: January 7, 2023
ગઢડામાં તા.૬ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ યોજના માટે કેટલાક ગામોમાં કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષા શાખામાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નિરાધાર વૃધ્ધ અને નિરાધાર અપંગોને સહાય યોજના, ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના (વયવંદના), રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ( વિધવા સહાય) તથા ખેતીની જમીનમાં વારસાઈ નોંધ માટે ઉક્ત યોજના માટે પાત્રતા ધરાવતા અરજદારોની ઓળખ કરી તેઓ પાસેથી જરૂરી આધાર-પુરાવા મેળવી સહાય અરજી મંજૂર કરવા માટે તા.૦૬/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના ૦૫:૦૦ થી ૭:૩૦ કલાક દરમિયાન ગઢડાના ગોરડકા ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજાશે. તેવી જ રીતે તા.૦૭/૦૧/૨૦૨૩…
Read Moreબોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, માંઝા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે બોટાદ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીકની દોરીના ઉત્પાદન અને વેચાણ પર તથા પતંગ ઉડાડવા તેનો ઉપયોગ કરવા તથા સીન્થેટીક માંઝા, સીન્થેટીક કોટીંગ કરેલ હોઇ અને નોન-બાયોડીગ્રેબલ હોઇ તેવી દોરી/ચાઇનીઝ માંઝાના ઉત્પાદન વેચાણ કે ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ મુકતું ઉક્ત જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreબોટાદની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે મેળવી નામના
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંક્શનની ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણીએ વીર ગાથા ૨.૦ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ કક્ષાએ વિજેતા બનીને બોટાદ જિલ્લાની યશકલગીમાં સુવર્ણપીંછ ઉમેર્યું છે. ધો.૧૦ માં રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુ.પી.ની માત્ર ૦૨ વિદ્યાર્થિની જ વિજેતા બની હોવાથી દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે દૃષ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટીએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં ૭૫૦ શબ્દોમાં નિબંધ લખ્યો હતો જેના ભાગરૂપે દૃષ્ટીને દિલ્હી ખાતે ministry of defence દ્વારા તેમને સન્માન અને રૂ.…
Read Moreઆગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આશરે ૨૦ ટન જેટલો કચરાનો નિકાલ…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે
હિન્દ ન્યુઝ, રાજકોટ મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૨-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ યોજાશે. આ પતંગ મહોત્સવમાં ૧૬ દેશોના ૪૧ કાઈટીસ્ટો જેમકે, ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના ૭ રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીસ્સાના ૧૮ તેમજ રાજકોટ સહીત ગુજરાતના ૯૯ પતંગબાજો ભાગ લેનાર…
Read Moreશહેરમાં કાર્યરત આશ્રયસ્થાનોનો વધુમાં વધુ ઘરવિહોણા લોકો લાભ મેળવે તે માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૩ દરમિયાન ડ્રાઈવ યોજાઈ
૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા ખાતે સ્થળાંતર હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે. આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકો મેળવે તે માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૧/૨૦૨૩ દરમિયાન રાજકોટ શહેરના કિસાનપરા ચોક અને રેસકોર્ષ, ઇન્દિરા સર્કલ, ૧૫૦ રિંગ રોડ પાસે દિવસના તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં ૮૯ ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરી તમામ લોકોને આશ્રય સ્થાન ખાતે સ્થળાંતર કરવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં પ્રોજેક્ટ શાખાના આસી. મેનેજર…
Read Moreશહેરની આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૧-૨૦૨૩ના રોજ ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) આશુતોષ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ (૨) પ્રભુ કૃપા હોસ્પિટલ, જયુબિલીની બાજુમા (૩) દેવ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ (૪) ઈશા હોસ્પિટલ , સંતકબીર રોડ ,જય ભોજલરામ સોસા-૫ (૫) સિનર્જી હોસ્પિટલ, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ (૬) વિનસ હોસ્પિટલ, કે કે વી હોલ પાસે, કાલાવડ રોડ (૭) વ્રજ હોસ્પિટલ બાલાજી હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ (૮) જીનેસીસ હોસ્પિટલ, રૈયા રોડ, બાપા સિતારામ ચોક, ખાતે રાજકોટ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં…
Read Moreસુરત જિલ્લા આયુષ વિભાગ દ્વારા પલસાણા તાલુકાના ગંગાધરા ખાતેથી પ્રથમ આયુષ મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે પલસાણા તાલુકાના ગંગાધરાના હરિધ્યાન સ્મૃતિભવન ખાતે આયુષ મેળો યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, તાલુકા પંચાયત પલસાણાના પ્રમુખ શ્રીમતિ વૈશાલીબેન પટેલ અને ઉપપ્રમુખ સંદીપભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. ગંગાધરા હાઇસ્કૂલના આચાર્ય સ્ટાફ અને તમામ બાળકો સાથે અનેક અન્ય મહાનુભાવો એ હાજરી આપી. આ મેળામાં જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથી પ્રેમી પ્રજાજનોએ આયુર્વેદ અને હોમિયોપેથી, સુવર્ણપ્રાશન, સંશમની વટી અને આર્સેનિક આલ્ક તથા ઉકાળાનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી…
Read Moreઉમરપાડા તાલુકાના નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરત દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નાના સુતખડકા ગામે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મદદનીશ બાગાયત નિયામક ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા બાગાયતી પાકોના મુલ્યવર્ધન ઉપર માર્ગદર્શન આપ્યું હતું. હિરલબેન ચૌધરી, બાગાયત અધિકારી-ઉમરપાડા દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અને પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો એન્ડ સ્મોલ સ્કેલ ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીજ (PMFME) વિશેની ખેડૂતોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ અમરસિંગભાઈ દ્વારા ખેતીવાડીની યોજના અંગે માર્ગદર્શન અને પ્રગતિશીલ ખેડૂતોને માહિતીગાર કરવામાં…
Read More