હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો…
Read MoreMonth: January 2023
ડિસેમ્બર – ૨૦૨૨માં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી
હિન્દ ન્યુઝ, રાજકોટ ડિસેમ્બર ૨૦૨૨ના માસમાં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં ૨૬ વિદેશી મુલાકાતીઓ તથા વિવિધ ૧૮ સ્કુલના ૧૭૩૦ બાળકોએનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૦,૦૩૯ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત ડીસેમ્બર ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ક્રમ મહાનુભાવોની વિગત ૧ શ્રી રિષિકેશ રોય, ચીફ જસ્ટીસ ઓફ કેરાલા હાઈકોર્ટ ૨ શ્રી…
Read Moreકચ્છ જિલ્લાને ફાળવાયેલા ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવતા કચ્છ મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડા
તંદુરસ્ત રાષ્ટ્ર, તંદુરસ્ત સમાજ, તંદુરસ્ત શ્રમિક પરિવાર હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. જેને આજરોજ જિલ્લા સેવા સદન ભુજ કચ્છ ખાતે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કચ્છ મોરબી સાસંદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં ત્રણ ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત હતા જ્યારે અન્ય ત્રણ રથની સરકારે ફાળવણી કરતા આજરોજ…
Read Moreભરૂચ સામાજિક વનીકરણ વિભાગ, દ્વારા કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડની ઓફીસનું ઉદ્વધાટન કરાયું
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ અને અસ્તિત્વ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ રચના પામેલ ભરૂચ કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડ ભરૂચની ઓફીસ પાસે ભરૂચની ઓફીસનું ઉદઘાટનનો સમારોહ રાખવામાં આવ્યો હતો. વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ ડો. કે.સશીકુમાર નાં વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સમારોહમાં અતિથી વિશેષ તરીકે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ સુ ઉર્વશીબેન પ્રજાપતિ, એફ.પી.ઓ.નાપ્રમુખ ગીરીશભાઈ પટેલ, ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ તેમજ અન્ય તમામ ડાયરેકટરઓ, વન વિભાગના અધિકારીઓ સમારોહમાં હાજર રહ્યા હતા. સદર સમારોહમાં વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ, ભરુચ માન. ડો. કે.સશીકુમાર…
Read Moreનર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એમ. પંચાલે વર્તમાન સમયમાં થઇ રહેલા ડીજીટલ ફ્રોડ અંગે આપેલી વિસ્તૃત જાણકારી સેમીનારમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ડીજીટલ યુગના ફાયદા અને ગેરફાયદા અંગે સમજ પુરી પડાઇ નર્મદા જિલ્લા સાયબર સેલ અને વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજપીપલા સ્થિત સરદાર ટાઉન હોલ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને…
Read Moreઅમદાવાદના જેતલપુર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનનું ઉદ્ઘાટન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત બેટી બચાવો બેટી ભણાવો યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ આજે જેતલપુર એપીએમસી માર્કેટ ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટીતંત્ર અમદાવાદ દ્વારા આયોજિત આ મેળામાં અધ્યક્ષ સ્થાને હાજર રહેલા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલે હાજરી આપી દીકરીઓ કુશળ અને સશક્ત બને તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી દીકરીઓને પ્રોત્સાહન આપ્યું. ધારાસભ્ય દ્વારા દીકરીઓના જન્મને વધાવવા તેમજ શિક્ષિત કરવા જે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અન્વયે તેમણે સિગ્નેચર કેમ્પેનનો પણ પ્રારંભ કરાવ્યો. આ કેમ્પેનમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં…
Read Moreઇલોલ આરોગ્ય કેંદ્રમાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો
હિન્દ ન્યુઝ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલની અધ્યક્ષતામાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં જિલ્લા અને તાલુકાને ટી.બી. મુક્ત બનાવવા અને ટી.બી.ના દર્દીઓ ઝડપથી ટી.બી. મુક્ત બને તે માટે તેમણે પોષણ યુક્ત આહાર અંગે સમજણ આપી હતી. આ કાર્યક્ર્મમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાઇઝ SBCC ટીમની રચના કરાવા તેમજ RBSK પ્રોગ્રામ, PMJAY યોજના, TB પ્રોગ્રામ, લેપ્રસી પ્રોગ્રામ, મમતા સેશન દરમિયાન સગર્ભા…
Read Moreમહેસાણા ખાતે નવનિર્મિત રૂ 23.05 કરોડના ખર્ચે તૈયાર ભવનમાં સ્પીપા એલોટેડ સ્પર્ધાત્મક પરીક્ષા યુ.પી.એસ.સી પ્રથમ બેચનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, મહેસાણા 1962માં ભારતના લોખંડી પૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપરથી સ્થાપવામાં આવેલી સંસ્થાનું હેડ ક્વાટર્સ અમદાવાદ સ્પીપા છે. આ સંસ્થાના કુલ 06 પ્રાદશિક તાલીમ કેન્દ્રો આવેલા છે. તે પૈકીના ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવા માટે મહેસાણા ખાતે 1974માં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર બહુમાળી ભવન મહેસાણા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. જેને રૂ 23.05 કરોડના ખર્ચે અધતન બનાવવામાં આવ્યું છે. આર.ટી.ઓ કચેરી પાછળ પાલાવાસણા મહેસાણા હાઇવે ખાતે કાર્યરત સેન્ટરનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તારીખ 09 ઓક્ટોબર,2022ના રોજ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું 500 વિધાર્થીઓ એક સાથે તાલીમ મેળવી શકે…
Read More“સ્પાઈન કોડ ડેમેજ” થી ચેતનાહિન થયેલા પાર્થનું આંગળીનું ટેરવું બન્યું કલમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ આજે વાત માંડવી છે, જીવનના હકારની. જીવન જીવવાનો હકારાત્મક અભિગમ “પોઝિટિવ એટીટ્યુડ” ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તમને જીવતા શિખવી શકે છે. જીવન જેવું છે તેવું સ્વીકારી લેવાની સહજતા જો કેળવાય તો જીવન ક્યારેય કષ્ટદાયી લાગતું નથી. જીવનની કડવી વાસ્તવિકતાનો ઘૂંટડો ગળે ઉતારી જીવન જીવવાની સાચી કળા આત્મસાત કરનાર ૩૦ વર્ષીય યુવા લેખક પાર્થ ટોરોનીલની જીવન કથની આજના યુવાનો અને જીવનથી હતાશ થઈ ગયેલા દરેક જણ માટે પ્રેરણાના ધોધ સમાન છે. પણ એની જિંદગીની કડવી વાસ્તવિકતા આંખના ખૂણા ભીંજવી દે એવી ભયાનક છે. એક દુર્ઘટનામાં પોતાની ભરયુવાની અપંગતામાં…
Read Moreઆગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, બોટાદ આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આશરે ૨૦ ટન જેટલો…
Read More