સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેંદ્રમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલની અધ્યક્ષતામાં ટી.બી.ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કિટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં જિલ્લા અને તાલુકાને ટી.બી. મુક્ત બનાવવા અને ટી.બી.ના દર્દીઓ ઝડપથી ટી.બી. મુક્ત બને તે માટે તેમણે પોષણ યુક્ત આહાર અંગે સમજણ આપી હતી. આ કાર્યક્ર્મમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાઇઝ SBCC ટીમની રચના કરાવા તેમજ RBSK પ્રોગ્રામ, PMJAY યોજના, TB પ્રોગ્રામ, લેપ્રસી પ્રોગ્રામ, મમતા સેશન દરમિયાન સગર્ભા માતાને ધાવણ આપવાની યોગ્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન અને તાલીમ આપવી, સગર્ભા માતાને પોષણ યુક્ત આહાર, હેન્ડવોશ, IFA ટેબલેટ અને કેલ્શિયમ ટેબલેટની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવા જેવી બાબતોની વિગતવાર ચર્ચા કરી સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.