હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર ક્લોરીન ગેસ લીકેજ થાય તો તેની સામે કેવા પગલાં લેવા તે અન્વયે ફાયર શાખા દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી.
ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો સારો જંતુનાશક સાબિત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે. ક્લોરીન ગેસને યોગ્ય રીતે હેન્ડલીંગ કરવા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં આ બાબતની જાણકારી મળે તથા સતર્કતા રહે તે હેતુથી આ મોકડ્રીલનુ આયોજન કરવામાં આવેલ.
આ મોકડ્રીલ દરમ્યાન કોલોરીન ગેસ લીકેજ થતા ઓપરેટરીંગ સ્ટાફ દ્વારા તાત્કાલીક કેમીસ્ટ, ક્લોરીન એટેન્ડન્ટ તથા ફાયરબ્રીગેડને જાણ કરતા કેમિસ્ટ અજયસિંહ જાડેજા, કે.એ.મેસ્વાણી, એચ.સી.નાગપરા, ક્લોરીન એટેન્ડન્ટ ગોપાલ ડાભી, મિકેનિક મયુર બાબરીયા ત્થા ફાયરબ્રીગેડના સ્ટેશન ઓફિસર આર.એ.વિગોરા, લીડિંગ ફાયરમેન જયપાલસિંહ ઝાલા, જુનિયર ફાયરમેન સંદિપ કાલિયા, અજય મિશ્રા તથા ના.કા.ઇ. સી.બી. મોરી, ના.કા.ઇ. જે.એ.ઝાલાની હાજરીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતિ સ્વિમિંગ પૂલ પર લીકેજ બંધ કરી પરીસ્થિતી પર કાબુ મેળવેલ. સમગ્ર મોકડ્રીલ એડી.સિટી ઇજનેર(ઇચા.) કે.પી.દેથરીયા તથા ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેરનાં માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.