મધ્ય પ્રદેશ સરકાર અને સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ વચ્ચે મધ્ય પ્રદેશના નિકાસ વેપાર વૃદ્ધિ માટે કરાર થયા

હિન્દ ન્યુઝ, રાજકોટ
સંસ્થા દ્વારા 35 દેશોના 150 કરતા વધુ ડેલિગેટ્સ ને આમંત્રણ આપી ઇન્દોર સમિટ માં બોલાવવામાં આવેલ.
આગામી દિવસો માં મધ્ય પ્રદેશ માં નિકાસ વેપાર વૃદ્ધિ માટે અનેક વિધ કાર્યક્રમો યોજાશે જેમાં ખાસ કરીને વિવિધ દેશોના બિઝનેસ પ્રતિનિધિ મંડળો ને આમંત્રણ આપીને મધ્ય પ્રદેશ ના વિવિધ શહેરોમાં ટ્રેડ શો તથા બિઝનેસ સમિટ અને ફેક્ટરી વિઝિટ ના કાર્યક્રમો કરવામાં આવશે.
ઇન્દોર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માં હાજરી આપવા ગયેલ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ પરાગભાઈ તેજૂરા એ આ બાબત ચર્ચા કરવા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિન્હ ચૌહાણ, ઇન્દોર ના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ મધ્ય પ્રદેશના હોદ્દેદારો સાથે મિટિંગ કરેલ.
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા પ્રમોટ કરવામાં આવેલ એસ.વી.યુ.એમ. ઇન્ટરનૅશનલ બિઝનેસ કાઉન્સિલ માં મળ્યા પ્રદેશ ના 100 પ્રતિનિધિઓને સભ્યપદ આપવામાં આવશે. આ કાઉન્સિલ માં વિવિધ એસ.વી.યુ.એમ નેટવર્ક ના  50 દેશોના 5000 સભ્યો પણ જોડાશે
રાજકોટ ખાતે આગામી 11 થી 13 ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર એસ.વી.યુ.એમ. 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ મધ્ય પ્રદેશના સભ્યો સ્ટોલ રાખી ને ભાગ લેશે તથા પ્રતિનિધિમંડળ પણ આવશે.

Related posts

Leave a Comment