હિન્દ ન્યુઝ, રાજકોટ
ડિસેમ્બર ૨૦૨૨ના માસમાં કુલ ૫૯૬૮ મુલાકાતીઓએ પૂજ્ય મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં ૨૬ વિદેશી મુલાકાતીઓ તથા વિવિધ ૧૮ સ્કુલના ૧૭૩૦ બાળકોએનો પણ સમાવેશ થાય છે.
વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૦,૦૩૯ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ઉપરાંત ડીસેમ્બર ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ક્રમ | મહાનુભાવોની વિગત |
૧ | શ્રી રિષિકેશ રોય, ચીફ જસ્ટીસ ઓફ કેરાલા હાઈકોર્ટ |
૨ | શ્રી આર. રામચંદ્રન IAS, ડે. કમિશનર, બિદર |
૩ | શ્રી પ્રીતિ ગેહલોત, ઈલેક્શન ઓબ્ઝર્વર |
૪ | મિનિસ્ટરશ્રી, ઝીમ્બાબ્વે |
૫ | શ્રી એસ.કે.મહંતા, એડી. ડાયરેક્ટર જનરલ (કમિશનર), સી.જી.એસ.ટી., અમદાવાદ |
૬ | શ્રી નવનીતકુમાર પાંડી, જસ્ટીસ, પટના હાઈકોર્ટ |
૭ | શ્રી પુનમ બામ્બા, જસ્ટીસ, દિલ્લી હાઈકોર્ટ |
ક્રમ | વિદેશી નાગરીકોની વિગત | સંખ્યા |
૧ | સાન ડીયાગો, યુ.એસ.એ. | ૦૧ |
૨ | ઓસ્ટ્રેલીયા | ૦૪ |
૩ | જાપાન | ૦૧ |
૪ | ઝીમ્બાબ્વે | ૧૦ |
૫ | અન્ય દેશો | ૧૦ |