વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં ૧૯૬૨ આર્શીવાદ સમાન પ્રાણીપ્રેમી સીમાબેન વરસાણી

હિન્દ ન્યુઝ, ભુજ

સીમા હરીશભાઇ વરસાણી એનિમલ લવર્સ છે. એમના શબ્દોમાં કહુ તો, ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન સેવા બહુ સારો લાભ આપે છે, રાજ્ય સરકારે આપેલી ૧૯૬૨ સેવાનો લાભ લો કચ્છમાં માણસો કરતા એનિમલની સંખ્યા વધુ છે. ત્યારે આર્શીવાદ જેવી કરૂણા અનિમલ હેલ્પલાઇન. ૧૯૬૨ માં ઘણી સુવિધા છે તેઓ દવાઓ આપે છે. કચ્છના અંતરિયાળ વિસ્તારમાં નાના પશુઓને સેવા આપે છે. હું સરકારની પશુ હોસ્પિટલ ભુજનો પણ લાભ લઉ છું. ૧૯૬૨માં વેન્ટીલેટર અને સોનોગ્રાફી મશીન પણ હોય તો અંતરિયાળ નાના વિસ્તારમાં પશુપ્રાણી સારવારની વધુ સુવિધા મળી રહે દરેક ૧૯૬૨નો લાભ લો. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામના એનિમલ લવર ગૃહિણી સીમાબેન વરસાણી વરસોથી સ્ટ્રીટડોગ, પ્રાણી, બિલાડી, ખિસકોલી, ચકલી જેવાં પશુ, પક્ષી, પ્રાણીની સારવાર માટે તેઓ જાણીતા છે. ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇન અને સરકારી પશુ દવાખાનું લાભ લેનાર તેઓની સાથે અન્ય લોકો પણ જોડાયા છે તેમના સખી પુષ્પાબેન પીંડોરિયા અને દિકરો દર્શનભાઇ પણ મુંગાપશુઓની સારવારમાં જોડાયા છે. પોતાની કાર તેમજ ખાનગી વાહનો દ્વારા તેઓ પ્રાણીને વધુ સર્જરી કે સારવારની જરૂર હોય તો ગાંધીધામ ખાનગી દવાખાનામાં પણ લઇ જાય છે. સ્ટ્રીટ એનિમલ માટે તેઓ ૧૯૬૨ને આર્શીવાદ સમાન માને છે.. ૧૯૬૨માં સેવા આપનાર પશુ ચિકિત્સક ડો. ભગતસિંહ, ડો. સૌરભ લવાણીયા અને વાહન ઓપરેટર વિશાલભાઇ ગઢવી જણાવે છે કે, ;૧૯૬૨માં કામ કરીને અને કચ્છી લોકોના પણ આશીર્વાદ મેળવી રહ્યા છીએ. ૧૯૬૨ના કચ્છ પ્રોજેકટ કો ઓડીનેટર યશકુમાર નાયક જણાવે છે કે, વિશાળ જિલ્લાના પ્રાણી પ્રેમીઓ માટે કાર્યરત ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઇન લાઇફલાઇન બરાબર છે.

Related posts

Leave a Comment