નખત્રાણાનો વાહન ફિટનેસ રીન્યુકેમ્પ ૧૬મી ફેબ્રુઆરીને બદલે ૨૩મી ફેબ્રુઆરીએ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

               કચ્છ જિલ્લાના મોટર અને વાહનમાલિકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા
જણાવવામાં આવે છે કે ફેબ્રુઆરી -૨૦૨૨ માસનો વાહનોનું ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પ
તા. ૧૬-૦૨-૨૨ના નખત્રાણા ખાતે રોજ ફિટનેસ રીન્યુ કેમ્પ આ મુજબના સ્થળો અને તારીખે
યોજાવાનો હતો, પરંતુ અહીંની કચેરીનો ટેકનીકલ સ્ટાફ પરીક્ષા અર્થે રોકાયેલ હોઇ કેમ્પ તા. ૨૩-
૦૨-૨૨ બુધવારના રોજ નખત્રાણા ખાતે યોજાવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ
લેવી એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચ્છ-ભુજ ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું
છે

Related posts

Leave a Comment