બંને વિધાનસભા મતદાર વિભાગોની મત ગણતરીને લઈને બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ

હિન્દ ન્યુઝ, બોટાદ તા. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા-2022ની સામાન્ય ચૂંટણી અંતર્ગત મત ગણતરી યોજાશે. ત્યારે બોટાદમાં ખસ રોડ સ્થિત મોડેલ સ્કૂલ ખાતે 106- ગઢડા વિધાનસભા મતદાર વિભાગ અને 107- બોટાદ વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી થશે. જે અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. મત ગણતરીના સ્થળ પરની વ્યવસ્થા અંગે માહિતી આપતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે જણાવ્યું હતું કે, મતગણતરી કેમ્પસથી રોડની બંને બાજુએ 100-100 મીટર સુધી પેડેસ્ટ્રીયન ઝોન નક્કી કરવામાં આવ્યો છે. આ ઝોનમાં 53 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે. સાથોસાથ એટલા ભાગમાં…

Read More

વિધાનસભા ચૂંટણી-2022ની મત ગણતરી દરમિયાન બોટાદની મોડેલ સ્કૂલ, ખસ રોડના રસ્તે આવતા-જતા વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મત ગણતરી ગુરુવારે તા.૦૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બોટાદના ખસ રોડ સ્થિત મોડેલ સ્કૂલ ખાતે યોજાશે. મત ગણતરી દરમિયાન ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડી બોટાદના ખસ રોડ T પોઇન્ટથી મીલીટ્રી રોડ,ખસ ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ જાહેર માર્ગ સવારે ૫.૦૦ કલાકથી બપોરના ૪.૦૦ કલાક સુધી બંધ રહેશે. મત ગણતરી દરમિયાન વાહનોના આવનજાવન માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. વૈકલ્પિક રૂટમાં મીલીટ્રી રોડ તરફથી બોટાદ તરફ અવર-જવર કરતા વાહનો…

Read More

આજે બોટાદની મોડલ સ્કુલ ખાતે ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની મતગણતરી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત રાજ્યમાં યોજાયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની મતગણતરી તા.૮ ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણીની મતગણતરી બોટાદની મોડલ સ્કુલ ખાતે હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની બંન્ને બેઠકોની મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સલામતી સાથે સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે.

Read More

બોટાદ જિલ્લામાં હથિયાર બંધીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ચાલુ માસ ડિસેમ્બર-૨૦૨૨ તથા આગામી જાન્યુઆરી-૨૦૨૩ના માસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી…

Read More

પાટણ જિલ્લા માં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલશીલો યથાવત

હિન્દ ન્યુઝ, રાધનપુર ક્યારે ઊઘડશે તંત્ર ની આંખો.! ખેડૂતોના હિતમાં કયારે લેવાશે નિર્ણય.! કયારે થશે કામગીરી.? પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અગીચણા ગામ ખાતે નર્મદા માઇનોર કેનાલમાં પાઇપ લીકેજ ના કારણે ખેડૂતોના ખેતરોમાં વાવેતર ના કરી શકતા ખેડૂતો મ મૂંઝવણમાં મુકાયા છે.નર્મદા માઇનોર કેનાલમાં પાઇપ લીકેજના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણથી ખેડૂતોએ આ વર્ષે વાવેતર ના કરી શક્યા હોય તેવું ખેડૂતો નુ નિવેદન સામે આવ્યું છે. રાધનપુર નર્મદા કેનાલમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ના લેવાતા ખેડૂતો માં નારાજગી જોવા મળી છે.પાઇપ લીકેજના કારણે ખેડૂતો…

Read More

જિલ્લા કલેકટરની ઉપસ્થિતીમાં ભુજમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ           કચ્છ કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે માજી સૈનિકો હાજરીમાં સશસ્ત્ર સેવા ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી.           શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા “સશસ્ત્ર સેના ધ્વજદિન” આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. દર વર્ષે તા.૦૭ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સ્તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ માજી સૈનિકોની હાજરીમાં કચ્છ કલેકટરે પ્રથમ ડોનેશન આપીને સમગ્ર કચ્છવાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી તથા આ…

Read More

પાટણ જિલ્લાની નર્મદા કેનાલમાં ફરી પડ્યું ભ્રષ્ટાચાર નું ગાબડું

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા માં કેનાલમાં ગાબડા પડવાનું સિલશીલો યથાવત. સાંતલપુર બામરોલી ડીસ્ટ્રીક કેનાલ માં ત્રણ અલગ અલગ પડ્યા ગાબડા.જારૂસા ગામે પસાર થતી નર્મદા ની માયનોર કેનાલ માં પડ્યા ગાબડાં.રવિ સીઝન શરૂ થતાજ કેનાલ માં પડ્યા ભ્રસ્ટાચાર ના ગાબડા. તો ગાબડું પડતા 4 થી વધુ ખેતરો માં પાણી ફરી વર્યું.જીરું અને રાયડા નું વાવેતર માં પાણી ફરી વળતા ખેડૂતો ને આર્થિક નુકશાન.કેનાલો નું મેન્ટેનેશ તેમજ સફાઈ વિનાજ પાણી છોડતા ગાબડા પડવાનું સિલસિલો યથાવત.રાધનપુર નર્મદા અધિકારીઓ ની બેદરકારી નાં લીધે ભોગ બનતા ખેડૂતો માં ભારે રોષ જૉવા મળ્યો છે. રાધનપુર…

Read More

મતગણતરીના દિવસે મતગણતરી હોલ ખાતે કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલ વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ના ચૂંટણી કાર્યક્રમ અનુસંધાને આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર, ભાવનગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મતગણતરી હોલ (counting hall) ખાતે કોઈપણ વ્યક્તિને સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. સબબ, મતગણતરીના દિવસે મતગણતરી હોલ (counting hall) ખાતે કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં અને…

Read More

મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨ ની મતગણતરી આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ બિલ્ડીંગ, સર ભાવસિંહજી પોલીટેકનીક ઈન્સ્ટીટ્યુટ પાસે, વિદ્યાનગર, ભાવનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. તે દરમિયાન આ મતગણતરીના સ્થળની આજુબાજુના વિસ્તારમાં ટ્રાફીકની વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જાહેર હીતમાં ગુજરાત પોલીસ અવિનિયમ ૧૯૫૧ ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂઈએ જિલ્લા મેજિસ્સ્ટ્રેટ ભાવનગર દ્વારા ફરમાવવામાં આવેલ છે કે, આગામી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ સવારનાં ૫:૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી સેન્ટરના રસ્તાઓમાં કોઈપણ વ્યક્તિએ વાહન…

Read More

સરકારી ઈજનેરી કોલેજ મત ગણતરી કેન્દ્ર ખાતે આવનાર  વાહનો ત્રણ સ્થળોએ પાર્કિંગ કરી શકાશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર  મત ગણતરી કેન્દ્ર ખાતે  આવનાર વાહનો માટે સરકારી ઈજનેરી કોલેજ ની નજીકનાં સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં (૧) બીપીટીઆઇ સીટી મામલતદારની કચેરીની સામેનું ગ્રાઉન્ડ, (૨) ભાવનગર સીટી મામલતદારશ્રીની કચેરી વિદ્યાનગર અને (૩) ભાવનગર ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી સામે, આઇટીઆઇ ત્રણ રસ્તાની સામે, ખુલ્લા મેદાનમાં, જાહેર જનતા માટે તેમજ સરકારી વાહન પાર્કિંગ કરી શકાશે. આ સિવાય અન્ય કોઇ સ્થળોએ પાર્કીંગ કરી શકશે નહીં.  બ્યુરો ચીફ (ભાવનગર) : ડો. હકીમ ઝવેરી

Read More