પાટણ જિલ્લા માં નર્મદા કેનાલમાં ગાબડાં પડવાનો સિલશીલો યથાવત

હિન્દ ન્યુઝ, રાધનપુર

ક્યારે ઊઘડશે તંત્ર ની આંખો.! ખેડૂતોના હિતમાં કયારે લેવાશે નિર્ણય.! કયારે થશે કામગીરી.?
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અગીચણા ગામ ખાતે નર્મદા માઇનોર કેનાલમાં પાઇપ લીકેજ ના કારણે ખેડૂતોના ખેતરોમાં વાવેતર ના કરી શકતા ખેડૂતો મ મૂંઝવણમાં મુકાયા છે.નર્મદા માઇનોર કેનાલમાં પાઇપ લીકેજના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણથી ખેડૂતોએ આ વર્ષે વાવેતર ના કરી શક્યા હોય તેવું ખેડૂતો નુ નિવેદન સામે આવ્યું છે.

રાધનપુર નર્મદા કેનાલમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં ના લેવાતા ખેડૂતો માં નારાજગી જોવા મળી છે.પાઇપ લીકેજના કારણે ખેડૂતો ને આ વખતે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણથી લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેડૂતો પરેશાન,સરકારી તંત્રને રજૂઆતો કરવા છતાં અગીચણા ગામના ખેડૂતોના પ્રશ્નનો હલ ના આવતા અંતે ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો છે.

નર્મદા માઇનોર કેનાલ અંદર ગ્રાઉન્ડ હોવાથી અનેક ખેતરોમાં તૂટવાથી ખેતરમાં ઊભા પાકને નુકસાન ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી વાવેતર ફેલ ગયેલ છે. રવિ સીઝન કેવી રિતે લેવી ખેડૂતો નાં પ્રશ્નો નું ક્યારે થશે નિરાકરણ.? ખેડૂતો દ્વારા અધિકારીઓ ને ફોન કરતા કોઈ જવાબ મળતો નથી અને જવાબ મળે છે તો એવુ કહેવામાં આવે છે કે અઘિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે કે આ કામ અમારા અંડરમાં આવતું નથી કોન્ટ્રાક્ટર નું કામ છે એ લોકોને જવાબદારી હતી. જો આ જવાબદારી કોન્ટ્રાકટર ની હતી. અગીચાણા ગામ કેનાલ 2021 માં પાણી ચાલુ કરેલ છે તો બે વર્ષ માં પાઇપ તૂટી જતી હોય તો કામ કેવું કર્યું આ પણ એક પ્રશ્ન છે.

પાણીની ટાંકી તૂટી જતી હોય આ કામ કોનું કરેલ છે જ્યાં કેનાલ તૂટી ગઈ છે ત્યાં બંધ કરવાની એમની જવાબદારી છે કે નહીં વગેરે પ્રશ્નો ખેડૂતો કરી રહ્યા છે ક્યારે થસે કામ?. આવા અનેક પ્રશ્નો અને ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે આશરે ૧૦ થી ૧૫ જગ્યાએ કેનાલ તુટેલુ છે. ખેડૂતોને કોઈ જવાબ મળતો નથી જેમને અધિકારીઓથી કંટાળી મીડિયા નો સહારો લેવો પડ્યો છે.ખેડૂતોના પાકમાંથી પાણી જવાથી એરંડા કપાસ ગવાર મઠ મગ રાયડો આવા અનેક પાકો માં નુકસાન પડ્યું છે.જે નુકસાન ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે કેનાલના કામોમાં કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી જનરલ માં જોઈએ તો કુંડી નું કામ નથી થયેલ વાલ સુવિધા પણ નથી. જો વાલ હોય તો ખેડૂતો વાલ પણ બંધ કરી શકે એ સુવિધા પણ નથી. પાણીની પાઇપ તૂટે છે ફાટી જાય છે. ખેડૂતો પરેશાન છે અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા તો હવે ખેડૂતો છેલ્લી ઘડીએ કંટાળતા મીડિયા નો સહારો લીધો છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment