રાધનપુર 16 વિધાનસભાની ચૂંટણીને લઈને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠક કરી શરૂ

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો સાથે ગામના સરપંચના નિવાસ સ્થાને આહીર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાઇ હતી. આવનારી 2022 ની વિધાનસભામાં રાધનપુર વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર વિધાનસભાના ચાલુ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મિટિંગ યોજાઇ, જેમાં રણનીતિ નક્કી કરવા માટે આ પ્રસંગે ગામ લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામ ખાતે ગામ ના સરપંચ લાલાભાઇ કરસનભાઈ આહીર, ખોડાભાઈ જહાભાઈ આહીર, રત્નાભાઇ ડાયાભાઈ આહીર, માદાભાઈ ખોડાભાઈ આહીર, દલાભાઈ વજાભાઇ આહીર, મુરાભાઈ જીવણભાઈ આહીર, કરસનભાઈ દેવદાનભાઈ આહીર તેમજ દેવરાજભાઈ કરસનભાઈ આહીર સહિતના લોકોની ઉપસ્થિતિ ની અંદર ધારાસભ્ય સાથે બેઠક યોજાઇ હતી.

આવનારી 2022 ની 16 રાધનપુર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાધનપુર વિધાનસભાના ચાલુ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ નો વિજય થાય તેના માટે બેઠક યોજાઇ હતી. સાંતલપુર તાલુકા કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ આહિર ની ખાસ ઉપસ્થિતિની અંદર મઢૂત્રા ના માજી સરપંચ પ્રવીણસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment