હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા
ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
105 કિશોરીઓ અને 50 આંગણવાડી કાર્યકર/ તેડાગર બહેનો હાજર રહી મેળાનો લાભ લીધો જામનગર: ગુજરાત સરકાર તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેક્ટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી તથા આઇઆઇપીએચ , ગાંધીનગર) મારફત આઈ.સી.ડી.એસ. શાખા તથા આરોગ્ય વિભાગ સંકલનમાં રહી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા મુકામે યોગ કેન્દ્ર ખાતે “કિશોરી મેળા” નું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય અતિથિ જીલ્લા વિકાસ અધિકારી, ડી. જે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન, એ. ડી. એચ. ઓ ભંડેરી , ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર(આર.સી.એચ.ઓ.) ચિરાગ ધુવડ, , સી.ડી.પી.ઓ. પૃથ્વીમેડમ તથા પ્રજ્ઞામેડમ, અવિનાશ રાવલ (નયારા એનર્જી), મહામંત્રી ઇંદ્રજીતસિંહ પરમાર, આઈ.સી.ડી.એસ તેમજ હેલ્થ ના ડી.પી.સી તથા પ્રોજેક્ટ તુષ્ટિ અને આઈ.સી.ડી.એસ. ના કર્મચારીઓ હાજર રહેલ હતા. આ મેળામાં કૂલ 105 કિશોરીઓ અને 50 આંગણવાડી કાર્યકર/ તેડાગર બહેનો હજાર રહી મેળાનો લાભ લીધેલ. જેમાં વિવિધ રમત ગમત મારફતે કિશોરીઓને પોષણ, વ્યાયામ, ઈંઋઅ, એનેમિયા વગેરેનું સંપરામાર્શ તથા બી.એમ.આઈ, અને હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવેલ. લાઈવ વાનગી નિદર્શન એ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનેલ સાથે સાથે વિવિધ સ્પર્ધાઓ જેવી કે પોષણ ની થીમ પર રંગોળી સ્પર્ધા, આરતી અને ગરબા સુશોભન, સ્વચ્છતાની થીમ પર વેસ્ટ માંથી બેસ્ટ તથા ઇનામ વિતરણ વગેરે કાર્યક્રમો યોજવામાં આવેલ હતું