સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

હિન્દ ન્યુઝ, ભુજ 

ભુજના માલધારીવાસ, ગણેશનગર, વાલદાસનગર અને મહાવીરનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષા એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતગર્ત મંજૂરી થયેલા સીસી રોડ, ઈન્ટરલોક સહિતના રૂ.૩.૮૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ  ડૉ.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અનેક વિકાસકામોની ભેટ પ્રજાજનો મળી રહી છે. અધ્યક્ષાએ વોર્ડમાં થયેલાં વિવિધ વિકાસકાર્યોને નિહાળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમની કામગીરીને અધ્યક્ષા એ બિરદાવી હતી. ભુજના વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થઈ છે તેનો શ્રેય અધ્યક્ષાએ વડાપ્રધાન દૂરંદેશીપણાને આપ્યો હતો. તેઓએ ઉમેર્યું હતુ કે, વડાપ્રધાન એ સતત કચ્છની ચિંતા કરી છે જેના લીધે આજે આપણા કચ્છનો સઘળો વિકાસ થયો છે. અધ્યક્ષા એ લોકોને પણ સહયોગ આપીને વિકાસના કામોના સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 
ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે આ પ્રસંગે વિવિધ વિકાસલક્ષી કામો થતાં વોર્ડના નાગરિકોને અભિનંદન આપ્યા હતા. વોર્ડના ચૂંટાયેલા સભ્યોની કામગીરીને બિરદાવી તેઓએ ઉમેર્યું હતું કે આગામી સમયમાં પણ ભુજના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પ્રજા માટે વિકાસકાર્યો સરકાર દ્વારા થતા રહેશે.  આ પ્રસંગે મહિલા મોરચાના પ્રમુખ  ગોદાવરીબેન ઠક્કર, પાણી સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ સી.ઠકકર, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મનુભા જાડેજા, કાઉન્સિલર સર્વ  મનીષાબેન સોલંકી, હેમાબેન સીજુ, આગેવાનો સર્વે  પ્રફૂલભાઈ જાડેજા, દિલુભા ચુડાસમા, અમરસંગ સોઢા,ચમનગર ગોસ્વામી, ભાણજીભાઈ જાડેજા, કિરીટસિંહ જાડેજા, હિરેનભાઈ બૂચ, ગણપતસિંહ, યુવરાજસિંહ જાડેજા સહિત પદાધિકારી ઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Related posts

Leave a Comment