જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથમાં તમામ અદાલતોમાં યોજાશે લોકઅદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનુની સેવા…

Read More

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રચાર વાહનના ઉપયોગ માટે નિયમો જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ થશે જેના કારણે જનતાને ભય, ત્રાસ કે નુકસાન ન પહોંચે અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ-૧૨૫ ની જોગવાઈ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિએ શરતો સહ ચૂંટણી દરમિયાન ટ્રાન્સપોર્ટ વાહનો પર જાહેરાત પ્રદર્શિત કરવા પરવાનગી આપેલ છે. આ વાહનમાં ડ્રાઈવરને આગળ-પાછળ વિઝનમાં અવરોધ…

Read More

ગીર સોમનાથઃ ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ રજીસ્ટર કરાવવાના રહેશે પ્રચારના વાહનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યંક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવાનો…

Read More

ગીર સોમનાથમાં ૫૪૦ મતદાન મથકની કામગીરીનું થશે લાઇવ વેબકાસ્ટીંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જિલ્લામાં આવેલ કુલ  ૧૦૭૭ મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સૂચના મુજબ કુલ ૫૪૦ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં ૯૦-સોમનાથ વિધાનસભા મતદાર વિભાગના ૧૩૮ મતદાન મથકો ખાતે, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના ૧૩૦ મતદાન મથકો ખાતે, ૯૨-કોડીનાર વિધાનસભા મતદાર વિભાગના ૧૩૨ મતદાન મથકો ખાતે તથા ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગના ૧૪૦ મતદાન મથક ખાતેથી મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. વધુમાં જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર ૫ર આવેલ છે તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વિજળી, રેમ્પની…

Read More

ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લોકશાહીનું મહાપર્વ ગીર સોમનાથના આંગણે આવી ઉભું છે ત્યારે જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ યોજવા વહીવટી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં ૫,૦૯,૯૯૧ પુરૂષ અને ૪,૮૯,૪૧૩ સ્ત્રી મતદારો અને અન્ય- ૧૧ મતદારો નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકમાં કુલ ૯.૯૯.૪૧૫ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે. ૯૦-સોમનાથ મતવિસ્તારમાં ૧.૩૩.૪૭૭ પુરુષો અને ૧.૨૯.૪૬૨ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૬૨.૯૪૨ મતદારો નોંધાયા છે તો ૯૧-તાલાળા મતવિસ્તારમાં ૧.૨૦.૦૯૩ પુરુષ અને ૧.૧૪.૭૪૩ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૩૪.૮૩૯ મતદારો…

Read More

મતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજયા વિસ્‍તારમાં બુથ ઉભા કરી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે જિલ્લામાં મતદાન બુથની આસપાસ નિવારક પગલાં માટે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ બુથ ઉભું કરી શકાશે નહીં. જયાં એક જ…

Read More

મતદાન મથકમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં તા.૧/૧૨/૨૦૨૨ મતદાનના દિવસે મતદાન મથકમાં મતદારો, મતદાન અધિકારીઓ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ અને એક સમયે ઉમેદવારના એક જ મતદાન એજન્ટ, ભારતના ચૂંટણી પંચ દ્વારા…

Read More

રાજકીય પ્રતિક સાથેના પહેરવેશ કે ટોપી પહેરી મતદાન/મતગણતરી મથકમાં પ્રવેશબંધી

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ની તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ તા.૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તારમાં તા.૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જાહેરનામા અનુસાર કોઇપણ વ્યક્તિ રાજકીય પક્ષના નામ, પ્રતિક કે સુત્ર સાથેની ટોપી, શાલ વગેરે જેવા પહેરવેશ સાથે મતદાન કેન્દ્ર કે મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ કરી શકશે નહીં,…

Read More

હેવી ગુડસ વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે     

હિન્દ ન્યુઝ, ભુજ          પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબાર યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-BZ, GJ-12-BX, GJ-12-BYનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૧૧/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક સુધી થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે. …

Read More

ટુ-વ્હીલરના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું ઓકશન કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ          પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ – કચ્છની અખબાર યાદી મુજબ ટુ-વ્હીલરના  ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-EQનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૧૧/૨૦૨૨, સમય સાંજે ૪ કલાક થશે, ઇ-ઓકશન પૂર્ણ તારીખ ૨૦/૧૧/૨૦૨૨ના રોજ સમય સાંજે ૪ કલાક થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૮૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૩૫૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૨૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.  પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા…

Read More