ઉના, કોડીનાર, સોમનાથ અને તાલાલામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

લોકશાહીનું મહાપર્વ ગીર સોમનાથના આંગણે આવી ઉભું છે ત્યારે જિલ્લામાં ઉના, કોડીનાર, તાલાળા અને સોમનાથ એમ ચાર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ યોજવા વહીવટી તંત્ર તમામ મોરચે સજ્જ થઈ ચૂક્યું છે. સમગ્ર જિલ્લામાં ,૦૯,૯૯૧ પુરૂષ અને ૪,૮૯,૪૧૩ સ્ત્રી મતદારો અને અન્ય- ૧૧ મતદારો નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં કુલ ૧૦૭૭ મતદાન મથકમાં કુલ ૯.૯૯.૪૧૫ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવશે.

૯૦-સોમનાથ મતવિસ્તારમાં ૧.૩૩.૪૭૭ પુરુષો અને ૧.૨૯.૪૬૨ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૬૨.૯૪૨ મતદારો નોંધાયા છે તો ૯૧-તાલાળા મતવિસ્તારમાં ૧.૨૦.૦૯૩ પુરુષ અને ૧.૧૪.૭૪૩ સ્ત્રી અને અન્ય-૩ એમ કુલ ૨.૩૪.૮૩૯ મતદારો જ્યારે ૯૨-કોડીનારમાં ૧.૧૯.૬૨૨ પુરૂષો૧.૧૪.૯૬૭ સ્ત્રીઓ અને અન્ય-૨ એમ કુલ ૨.૩૪.૫૯૧ જ્યારે ૯૩-ઉનામાં ૧.૩૬.૭૯૯ પુરૂષ મતદારો૧.૩૦.૨૪૧ સ્ત્રી મતદારો અને અન્ય-૩ એમ કુલ ૨.૬૭.૦૪૩ મતદારો નોંધાયા છે.

સૌથી વધુ યુવા મતદારો (૧૮-૨૯) ઉનામાં ૭૨૬૩૬ નોંધાયા છે. જ્યારે સોમનાથમાં ૭૨૧૮૫તાલાળામાં ૬૨૪૮૨ અને કોડીનારમાં ૬૭૩૨૬ યુવા મતદારો નોંધાયા છે. તદુપરાંત સૌથી વધુ ૪૦૨૪ ૮૦+ની ઉંમરના અને ૨૫૯૦ દિવ્યાંગ મતદારો(PWD) સોમનાથમાં નોંધાયા છે. જ્યારે તાલાળામાં  ૫૪૭૩કોડીનારમાં ૪૩૯૦ અને ઉનામાં ૫૨૮૪ મતદારો ૮૦+ની ઉંમર ધરાવે છે.

જ્યારે સોમનાથમાં ૨૭૫તાલાલામાં ૨૫૯કોડીનારમાં ૨૬૩ અને ઉનામાં ૨૮૦ એમ કુલ ૧૦૭૭ મતદાન મથક પર લોકશાહીનું મહાપર્વ ઉજવાશે. આ તમામ મથકોમાં સખી મતદાન મથકોની સંખ્યા મતવિસ્તાર દીઠ ૭ રહેશે જ્યારે PWD દ્વારા સંચાલિત મતદાન મથકો તેમજ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકોની સંખ્યા પણ મતવિસ્તાર દીઠ ૧-૧ રહેશે. લોકશાહીના મહાપર્વમાં તમામ લોકો ભાગીદાર થાય એવો વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment