ગીર સોમનાથમાં ૫૪૦ મતદાન મથકની કામગીરીનું થશે લાઇવ વેબકાસ્ટીંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

જિલ્લામાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જિલ્લામાં આવેલ કુલ  ૧૦૭૭ મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સૂચના મુજબ કુલ ૫૪૦ મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ કરાવવામાં આવશે. જેમાં ૯૦-સોમનાથ વિધાનસભા મતદાર વિભાગના ૧૩૮ મતદાન મથકો ખાતે, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના ૧૩૦ મતદાન મથકો ખાતે, ૯૨-કોડીનાર વિધાનસભા મતદાર વિભાગના ૧૩૨ મતદાન મથકો ખાતે તથા ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગના ૧૪૦ મતદાન મથક ખાતેથી મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

વધુમાં જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર ૫ર આવેલ છે તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણીશૌચાલયવિજળીરેમ્પની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી.મતદારો માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેરપ્રો૫ર સાઇન બોર્ડ/ પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લાના સૌ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવે અને લોકશાહીના અવસરમાં ભાગરૂ૫ બની અચૂક મતદાન કરે તેવો અનુરોધ કરાયો છે.

Related posts

Leave a Comment