જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથમાં તમામ અદાલતોમાં યોજાશે લોકઅદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળનવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળઅમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૨/૧૧/૨૦૨૨ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્નબેન્ક લેણાના કેસવાહન અકસ્માતના કેસલેબર કેસવીજબીલપાણી બીલસર્વિસ મેટરરેવન્યૂ મેટરલગ્નસંબંધી કેસજમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળડિસ્ટ્રીક્ટ કોર્ટવેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમીતિનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા કાનુની સત્તા મંડળગીર સોમનાથના અધ્યક્ષ પી.જી.ગોકાણી તથા સેક્રેટરી  કે.જી.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment