ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રચાર વાહનના ઉપયોગ માટે નિયમો જાહેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાનાર છે. આ દરમિયાન રાજકીય પક્ષોઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા ચૂંટણીના કામે વાહનોનો ઉપયોગ થશે જેના કારણે જનતાને ભયત્રાસ કે નુકસાન ન પહોંચે અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં વાહનોનો દુરુપયોગ અટકે અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ના નિયમ-૧૨૫ ની જોગવાઈ હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર સમિતિએ શરતો સહ ચૂંટણી દરમિયાન ટ્રાન્સપોર્ટ વાહનો પર જાહેરાત પ્રદર્શિત કરવા પરવાનગી આપેલ છે. આ વાહનમાં ડ્રાઈવરને આગળ-પાછળ વિઝનમાં અવરોધ ઉભો ન થાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે અને માઈક કે ઓડિયો/વીડિયો માટે લાઉડ સ્પીકરની મંજૂરી સક્ષમ અધિકારી પાસેથી મેળવી લેવાની રહેશે. તમામ મંજૂરી માટે ફીનું ધોરણ ટૂ વ્હીલર/થ્રી વ્હીલર ટ્રાન્સપોર્ટ વાહન માટે રૂ. ૫૦૦ અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટે રૂ.૧૦૦૦ રહેશે.

પરવાનગી માગનાર વાહન માલિકના તમામ દસ્તાવેજો જેવા કે ટેક્સપરમીટફીટનેસ વગેરે અમલી હોવા જોઈએ અને ચૂંટણી સંબંધિત જાહેરાત પ્રદર્શિત કરવાની રહેશે તો તેના કાયદા તથા ચૂંટણીપંચે જાહેર કરેલ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ના માર્ગ સલામતિના ધોરણોનો ભંગ થવો જોઈએ નહીં અને વાહનના મૂળ માળખામાં ફેરફાર કર્યા વગર તેમજ લોક સુરૂચીનો ભંગ કરે તેવી અથવા અશ્લીલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે નહીં. સંબંધકર્તાએ આ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.

Related posts

Leave a Comment