નાગરિકોની સુવિધા માટે શહેરમાં બે નવાં ‘’ સર્કલ જન સેવા કેન્દ્રો ’’ ઉભા કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભાવનગર શહેરનાં નાગરિકોને ગુજરાત ડિજિટલ સેવા સેતુ હેઠળ જન સેવા કેન્દ્ર ખાતેની સેવાઓ તેમનાં રહેણાંકથી ઓછા અંતરે, ઝડપથી અને સરળતાથી ઉ૫લબ્ઘ થઇ શકે તે માટે ભાવનગર શહેરમાં નીચેનાં સ્થળોએ ‘’ સર્કલ જન સેવા કેન્દ્રો ’’ તા.૦૮/૦૭/૨૦૨૨નાં રોજ સવારનાં ૧૦-૩૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે. ક્રમ સર્કલ જન સેવા કેન્દ્રનું સ્થળ સરનામુ જન સેવા કેન્દ્રમાં સમાવિષ્ટ વિસ્તાર/ગામ ૧. પશ્ચિમ ઝોનલ ઓફીસ, ભાવનગર મહાનગરપાલીકા આખલોલ જકાતનાકા, માર્કેટીંગ યાર્ડ પાસે, ભાવનગર (૧) ચિત્રા (ર) ફુલસર (૩) નારી (૪) સીદસર (૫) ઇન્દીરાનગર(વરતેજ) ૨.…

Read More

વરસતાં વરસાદ વચ્ચે વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતો મહુવા તાલુકો

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરવાતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ના બીજા દિવસે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર અને માળવા ગામમાં ગ્રામવાસીઓએ વિકાસ રથયાત્રાનું વરસતાં વરસાદ વચ્ચે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મહુવા તાલુકાના કળસાર અને માળવાના ગ્રામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં વિકાસયાત્રાની ઉજવણી રાજ્ય સરકારની તમામ લોકોપયોગી યોજનાઓથી લોકો વાકેફ થાય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ તેનો લાભ મેળવી શકે તે માટે સરકાર તેમજ વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે તેની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહુવા…

Read More

પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ નો આજે જન્મદિવસ

હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કારોબારી સદસ્ય અને જસદણ વિસ્તારના ખૂબ જ અનુભવી અને સિનિયર નિષ્ઠાવાન આગેવાન પંકજભાઈ ચાંવ નો આજે જન્મદિવસ છે. તેઓ ૦૭-૦૭-૧૯૭૨ ના રોજ જન્મેલ પંકજભાઈ વિદ્યાર્થી કાળથી જ સમાજ સેવા અને રાષ્ટ્રવાદ સાથે વણાયેલા સંકળાયેલા. જેવો જસદણ નગરપાલિકામાં ત્રણ ત્રણ વાર કારોબારી ચેરમેન તરીકે ચૂંટાઈ આવી અને સેવા આપેલ તેમજ ભાજપમાં શહેર મહામંત્રી તરીકે બે ટર્મ તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ તરીકે એક ટર્મ રાજકોટ જિલ્લામાં નગરપાલિકા સેલના સહ કન્વીનર તરીકે પણ સેવા આપેલ. હાલ જસદણ શહેર ભાજપમાં કોરોના વેક્સિનેશનના ઇન્ચાર્જ જવાબદારી ખૂબ જ…

Read More

ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ               ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર અને રેડક્રોસ સોસાયટી ભુજના સંયુક્ત ઉપક્રમે નવજીવન જ્યોત હોસ્પિટલ ભુજ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્મા, આર્મી વેલ્ફ ઓફિસર ભરતસિંહ ચાવડા, નહેરુ યુવા કેન્દ્રના એપીએ ગોસાઈ નરેન્દ્રપુરી અને સામાજિક સેવા કાર્યકર્તા જબરદાન ગઢવી, અજીતભાઈ મહેશ્વરી અને વિદ્યુત નિરીક્ષકના અધિકારી યોગેશભાઈ કુંડાળિયા અને એમ.આઇ. બાયડે  ડો. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જયંતી નિમિત્તે તેમના ફોટોને પુષ્પાંજલિ આપી હતી             આ પ્રસંગે સહુને શુભેચ્છા પાઠવી ડો. શ્યામાપ્રસાદ મુખરજીના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો એમ જિલ્લા યુવા…

Read More

તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી આઇ- ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે

હિન્દ ન્યુઝ, ભુજ                ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતાની પ્રોજેક્ટ બેઝ ઘટકો હેઠળ રાજ્યના ખેડુતો આઇ-ખેડુત પોર્ટલમાં ઓન લાઇન અરજી કરી મહત્તમ આજીવન એક વખત લાભ લઇ શકે તે માટે જુદા જુદા પ્રોજેક્ટ બેઝ ઘટકોમાં અરજી કરવા માટે આઇ- ખેડુત પોર્ટલ તા.૦૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે         ઉત્પાદન એકમ, કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ), કોલ્ડ ચેઇનના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે, કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે, કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન) કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે, ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ ,નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે ,નવી ટીસ્યુકલ્ચર લેબ.ની…

Read More

અંજારના વરસામેડી ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત વિવિધ સરકારી યોજનાના લાભોનું

હિન્દ ન્યુઝ, ભુજ અંજાર તાલુકાના વરસામેડી ખાતેના વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર લાભ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને હર્ષભેર આવકારીને તેનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસયાત્રાના ૨૦ વર્ષના સફરની ડૉક્યૂમેન્ટરી નિહાળી હતી. વંદે ગુજરાત વિકાસયાત્રાની ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તેના વિજેતાઓને ઈનામ વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં નાગરિકોને આપવામાં આવી હતી અને સૌ લોકો સરકારી…

Read More

કુકમા જિલ્લા પંચાયત બેઠકના વર્ધમાનનગર ગ્રામ પંચાયત ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રા રથને  તાલુકા પંચાયત સદસ્યઓએ આવકાર્યો

હિન્દ ન્યુઝ, ભુજ          છેલ્લા ૨૦ વર્ષોમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજયભરમાં પ્રારંભ વંદે ગુજરાત વિકાસયાત્રાનો આજરોજ બીજા દિવસે  કુકમા જિલ્લા પંચાયત બેઠકના વર્ધમાનનગર ગ્રામ પંચાયત ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રા રથને તાલુકા પંચાયત સદસ્યઓએ  તેમજ  ગ્રામજનોએ આવકાર્યો હતો .         ભુજ તાલુકાના વર્ધમાનનગર માધાપર નવાવાસ ગામે યોજાએલા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી અને સૌ લોકો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લે એવો અનુરોધ પણ ઉપસ્થિત મહાનુભાવોએ કર્યો હતો.…

Read More

આવાસના હપ્તા પેટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં રૂ.૪૨,૧૬,૯૩,૮૧૨/-ની આવક

હિન્દ ન્યુઝ, રાજકોટ             તા.૦૬/૦૭/૨૦૨૨ના રોજ એક જ દિવસમાં ૧,૨૬,૭૬,૯૮૫/-ની આવક આવાસના હપ્તા પેટે: EWS 1 પ્રકારના ૧૦૪૨ આવાસોના એલોટમેટ લેટર લાભાર્થીઓને આપવાની કામગીરી ચાલુ         રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં રૂ.૪૨,૧૬,૯૩,૮૧૨/- (ચાલીસ…

Read More

યોજનાઓનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને લોકો સમૃદ્ધ બને તે જ સરકારનો ધ્યેય -અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ભુજ         આજરોજ નખત્રાણા તાલુકાના નિરોણા ગામ ખાતે ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથનુ ત્રીજા દિવસે આગમન થતાં ગામ લોકો દ્વારા સામૈયું કરીને ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.         આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યોજનાનો વધારેમાં વધારે લોકોને લાભ મળે અને લોકો સમૃદ્ધ બને તે જ આ સરકારનો ધ્યેય છે. આ તકે તેમણે સરકારની યોજનાઓ જેવી કે કૃષિ ધિરાણ યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, પશુ સહાય યોજના, માતૃ શકિત યોજના, ખેતીવાડી વીજ કનેકશન અને વિવિધ યોજનાની સહાય યોજનાની માહિતી અને ચેક વિતરણ કર્યા…

Read More

ગાંધીધામ તેમજ ભચાઉ તાલુકાના બુથ લેવલ અધિકારીઓની તાલીમ યોજાઈ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ હિન્દ ન્યુઝ, ભુજ         ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં તા.૦૧/૧૦/૨૦૨૨ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા – ૨૦૨૨ કાર્યક્રમ અન્વયે ગાંધીધામ તાલુકાના તેમજ ભચાઉ તાલુકાના બુથ લેવલ ઓફીસર અને સેકટર ઓફીસરની તાલીમ યોજવામાં આવી હતી.         તાલીમમાં તા.૧૭/૦૬/૨૦૨૨ના નોટીફિકેશન મુજબ અરજી ફોર્મના સુધારા જણાવવામાં આવ્યા હતા. જે મતદાન મથકમાં ઓછા ફોર્મ આવ્યા છે તે મતદાન મથકમાં મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે માટે ડોર ટુ ડોર સર્વે કરવા સૂચના આપવામાં આવી હતી. મતદારયાદીમાં ૧૮ થી ૨૯ વર્ષની વયજૂથના બાકી રહેતા લાયક મતદારોની નોંધણી સત્વરે હાથ ધરવા…

Read More