હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્યમાં વસતા અનુસુચિત જાતિનાં યુવક યુવતીઓનાં સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરેલ છે. તદઅનુસાર રાજયમાં વસતા અનુસુચિત જાતિના તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ (ગ્રામ્ય) અને મહાનગરપાલિકાના તમામ ઝોનકક્ષાએ (શહેર) યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ…
Read MoreMonth: June 2022
રથયાત્રાને લઇને પોલીસતંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ નાં રોજ ભાવનગર શહેરમાં અષાઢીબીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની પરંપરાગત ૩૭ મી રથયાત્રા યોજાનાર છે. જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજયની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે. પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ASP/DySP–૧૫, PI–૪૦, PSI–૧૩૧, પોલીસ-૧૫૯૭ (૩૩૬ મહીલા સહિત ), SRP-૫ કંપની, BSF-૧ કંપની, હોમગાર્ડ-૧૫૪૨ (૫૦ મહીલાસહિત), વિડીયોગ્રાફર–૩૫, ડ્રોન–૪, નેત્ર કેમેરા–૭૬, ખાનગી કેમેરા–૯૨, ધાબા પોઇન્ટ–૫૯, વોચ ટાવર–૧૨, કોમ્યુ. પોઇન્ટ–૧૦૮, ગ્રુપ+ગામા મોબાઇલ- ૧૧+૨૭ = ૩૮, મસ્જીદ પોઇન્ટ–૨૭, બેરીકેટ–૪૧, ચેકપોસ્ટ–૪, ઘોડેશ્વાર–૩૪, કયુ.આર.ટી. ટીમ– પ, ફુટ પેટ્રોલીંગ–૪,એસ.ડી.એમ.–૧, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–૧૨, મેડિકલ ટીમ-૬, ફાયર…
Read Moreબાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા “રાષ્ટ્રીય બહાદૂરી એવોર્ડ’’ માટે અરજીઓ મંગાવાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર બાળ કલ્યાણ માટેની ભારતીય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ બાળકોને તેમની અસામાન્ય બહાદૂરી માટે રાષ્ટ્રીય બહાદૂરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ આ પરિષદ દ્વારા છેલ્લાં ૬૫ વર્ષથી આપવામાં આવે છે. આ માટે પરિષદને વિવિધ સ્ત્રોતો દ્વારા આ માટેના નામાંકન મળે છે. છતાં, અસંખ્ય એવાં નામાંકનો રહી જાય છે જે ખરેખર લાયક હોય છે. આથી, આવાં બાળકોના નામાંકન પણ આ પરિષદ સામે આવે તે જરૂરી છે. આથી, પરિષદ દ્વારા વર્ષઃ ૨૦૨૨ માટેની અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ માટેની વિગતો વેબસાઇટઃ www.iccw.co.in પર પણ ઉપલબ્ધ છે.…
Read Moreસંતરામપુર તાલુકા ના સીવીલ કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા માર્ગદર્શન ને સૂચના હેઠળ આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, મહિસાગર સંતરામપુર સીવીલ કોર્ટ ખાતે જીલ્લા ના જજ એચ.એ. દવે ને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના માર્ગદર્શન ને સુચનાઓ હેઠળ નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલત માં સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપની, બેંક ઓફ બરોડા, એસબીઆઇ, યુનિયન બેંક વિગેરે એ ભાગ લીધેલ હતો. આ લોકઅદાલત ને સફળ બનાવવા માટે સંતરામપુર ના પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજ એ.એસ.દેસાઈ અને એડી. સીનીયર સિવિલ જજ ટી.એચ પંજાબી ના માર્ગદર્શન હેઠળ વકીલ મિત્રો ને સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી. રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર
Read Moreરાજુલા પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ધરણાં પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
હિન્દ ન્યુઝ, રાજુલા કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે. જેમાં મોંઘવારી,બેરોજગારી, વીજળી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે. જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી, નવયુવાનો વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરે છે. ત્યારે રાજુલા શહેરમાં આવેલ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત કચેરીનો ધેરાવો કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી કાર્યકર્તાઓ…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલનો ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય
હિન્દ ન્યુઝ, બોટાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને આગેવાનોની લાગણી અને માંગણીઓને ધ્યાને લઇ આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં…
Read More૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઇ માસમાં યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત રાજયમાં વસતા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તા.૩૧/૧૨/૨૦૨૨ ને ધ્યાને રાખતા રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અન્વયે બોટાદ જિલ્લાના તમામ તાલુકાકક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર જુલાઇ માસમાં યોજવામાં આવશે. આ શિબિર દરમિયાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે…
Read Moreતા.૧ જુલાઇએ ખાનગી ક્ષેત્રના એકમ એમ.આર.એફ લીમીટેડ-દહેજ માટે બોટાદના ઢાકણીયા રોડ, ITI ખાતે ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ગુજરાતના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ એમ.આર.એફ લીમીટેડ- દહેજ, જિ.ભરૂચ માટે ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ પાસ અથવા આઈ.ટી.આઈ ઇન વન યર કોર્ષ વિથ કોપા, મિકેનિક ડીઝલ, કારપેન્ટર, ટ્રેક્ટર મિકેનિક, પ્લમ્બર, વેલ્ડર, સ્વીંગ ટેકનોલોજી અને અન્ય ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ફક્ત પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૦૧/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા (ITIF) , ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ભાગ લેવાનાર…
Read Moreબોટાદ જિલ્લામાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર વાહન તથા ટ્રાન્સપોર્ટની સીરીઝના પસંદગીના નવા નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ટુ-વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ થી નોન ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33H ટુ વ્હીલર તથા GJ-33F ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T માટેની સીરીઝના પસંદગીના બાકી રહેલા સિલ્વર ગોલ્ડન નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવશે. વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ- ઓકશનમાં ભાગ લઇને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા જણાવાયું છે. તથા વાહન…
Read Moreતા.૨૭ મી જૂલાઇએ બોટાદ તાલુકા (શહેર-ગ્રામ્ય) નો સ્વાગત અને ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ તાલુકા (શહેર અને ગ્રામ્ય) નો જૂલાઇ માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ મી જૂલાઇ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા સેવા સદન,પાળીયાદ રોડ, મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તેમજ ગ્રામ્ય સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજૂઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૧/૦૭/૨૦૨૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦.૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક…
Read More