રાજકોટ શહેર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમશિનરે કોરોના દર્દીની ઓળખ જાહેર ન કરવા બાબતે. ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન કોંગી કોર્પોરેટર દ્વારા કરવામાં આવી

રાજકોટ,

તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમીશનર કોરોના પોઝીટીવ દર્દીની પ્રાઈવસી જોખમાતી હોય તેમજ સામાજીક રીતે હેરાનગતિ થતી હોય તે બાબતે અનેક પત્રો અને ફોનથી મ્યુનિસિપલ કમીશનરને ફરીયાદ થતા, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે સંબંધીત વિભાગના અધિકારીને આદેશ કરેલો કે કોરોના પોઝીટીવ દર્દીઓના નામ સરનામા સતાવાર રીતે જાહેર ન કરવા. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અવિચારશીલ, બંધારણીય અધિકારો વિરુધ્ધના અને ગેરકાયદેસર હુકમથી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા હોય. અરજદાર અતુલભાઇ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન દાખલ કરેલી છે. હાઈકોર્ટે પીટીશન એડમીટ કરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ કરી પોતાનો જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. રાજકોટ સ્થિત કોંગી અગ્રણીઓ અને નાગરીકોએ મ્યુનિસિપલ કમીશનરને આવેદનપત્ર આપેલ અને મ્યુનિસિપલ કમિશનરને એકથી વિશેષવાર રજુઆતો કરેલ અને ધરણા સહિતના કાર્યક્રમ આપેલ છે. પરંતુ મ્યુનિસિપલ કમીશનરે તેનો નિર્ણય ચાલુ રાખતા હાઈકોર્ટમાં અતુુલભાઇ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન હાઈકોર્ટના એડવોકેટ મારફત દાખલ કરેલી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment