હિન્દ ન્યુઝ, દિયોદર
૨૩ એપ્રીલ એટલે “વિશ્વ પુસ્તક દિવસ” આજે ૨૧ પુસ્તક ખરીદી ને વિશ્વ પુસ્તક દિવસ ને મનાવવામાં આવ્યો. નાનપણ થી પુસ્તકો જોડે મિત્રતા થયેલી. દિયોદર તાલુકા ના ડુચકવાડા જેવા નાનકડા છેવાડા ના ગામમાં પંડીત પરિવાર મા મારો જન્મ થયેલો. ઘરે જુનાજમાનો મોટો પટારો ભરીને પુસ્તકો હતા. પુજ્ય ગૌરીશંકર દાદા પ્રખર પંડીત હોવાથી પુસ્તક નુ વાચન બચપન થી વારસા મા મળેલુ. પિતા વ્યવસાયે શિક્ષક હતા આથી પુસ્તકો ના વાંચન ને વધુ અનુમોદન મળ્યુ.
૧૯૮૦ ના સમય મા ગામ મા લાઇટ, રોડ ની વ્યવસ્થા ન હતી. લાઇટ ના હોવાના કારણે ગામ નો કોઇ વિકાસ ના થાય એ સ્વભાવીક હતુ. ગામ મા કોઇ એન્ટરટેઇન પણ ન હતુ. મારા ગામ મા નાનકડુ રજવાડુ હતુ. પાંચ ગામ ના ઠાકોર સાહેબ ડુચકવાડા મા રહેતા હતા. નાનકડો દરબારગઢ અને દરબારગઢ ના એ જમાના મા ભણેલા રાણીસાહેબ “આછુબા” હતા. જેમના દ્વારા ગામની પ્રાથમિક શાળા મા એક નાનકડી લાયબ્રેરી “ આછુબા સાર્વજનીક પુસ્તકાલય” નામે બનાવવા મા આવી હતી. જેમા ૧૨૦૦ જેટલા પુસ્તકો હતા. હુ અને મારા મોટા ભાઇ કનુભાઇ વેકેશન મા રોજ એક પુસ્તક વાંચવાની હરીફાઇ કરતા આમ ૧૫ વર્ષ ની ઉંમર મા વિવિધ વિષય ના લગભગ ૮૫૦ જેટલા પુસ્તક બંન્ને ભાઇ એ વાંચી લીધા હતા. જેનો અમારા જીવન ના ઘડતર મા મહત્વ નો ભાગ રહયો છે.
આજે પણ કોઇ ને કોઇ પુસ્તક વાંચવાનુ ચાલુ જ હોય છે. મારા ઘરે સુંદર લાયબ્રેરી મે બનાવી છે જે મારા પિતા ની ધરોહર છે. હુ પણ મારા બાળકોને ધરોહર મા સારા પુસ્તકો આપી ને જવાનો છુ. દરેક પિતા એ પોતાના સંતાનો ને પુસ્તક વાચવા ની પ્રેરણા આપવી જોંઇએ.
જીવન મા જયારે કોઇ વિટંબણા આવે છે ત્યારે પુસ્તક આપણો સહારો બની જાય છે, દુનિયા ભર ની સમજણ, વૈશ્વીક વિચારો આપણ ને પુસ્તક દ્વારા પ્રાપ્ત થાય છે. હુ કયાય પણ ફરવા જાઉ છુ તો ૫ પુસ્તક ખરીદી લઉ છુ અને સારી બુક કેટલાક મિત્રો ને ગીફટ પણ આપી દઉ છુ .
આજના પુસ્તક દિવસ નિમિતે આવો આપણે વાચક બનીએ અને લોકો ને વાચક બનાવવા ની પ્રેરણા આપીએ. એકવાર વાંચવાની આદત થશે તો વાંચન ની ભુખ વધતી જાશે અને જીવન ને નવા પુસ્તક રુપી મિત્રો મળતા જશે.
રિપોટર : ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા