હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહન ખરીદનાર મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે આગામી તા. ૦૧.૦૪.૨૦૨૨ થી ટુ વ્હીલર GJ-33-E તેમજ ફોર વ્હીલર GJ-33-F તેમજ ટ્રાન્સપોર્ટ GJ-33-T વાહન માટેની જુની સીરીઝના પસંદગીના બાકી રહેલ નંબરોનું ઓનલાઇન એપ્લીકેશન ઇ- ઓકશનથી ફાળવવામાં આવનાર છે. જેમનું વાહન ખરીદ કર્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઇન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઇ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઇન ટેન્ડર બીડ ભરી ઇ-…
Read MoreMonth: March 2022
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ માં ખેલ મહાકુંભનો ભાવનગરમાં સમાપન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૧ માં ખેલ મહાકૂંભનું આજે ભાવનગરના સિદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, એક સમય હતો કે જ્યારે રમત-ગમત માટેની રાજ્યમાં કોઈપણ પ્રકારની ખાસ સગવડ નહોતી, સારા કોચ નહોતાં કે સારાં મેદાનની સારી સગવડ નહોતી. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડ ઉભી થઇ છે. તેમણે કહ્યું કે, સતત ૧૧ ખેલ મહાકૂંભને લીધે આજે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે દેશમાં આગવું નામ બનાવ્યું છે. વડાપ્રધાનના માર્ગદર્શન અને દ્રષ્ટિવંત નેતૃત્વ…
Read Moreજામનગર તેમજ હાલારી ભાનુશાળી સમાજ નું નામ રોશન કરતો દડીયા ગામ નો સાડા પાંચ વર્ષનો વિદ્યાર્થી
હિન્દ ન્યુઝ, જામનગર પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ખાતે તા. 20/03/ 2022 ના રોજ યોજાયેલી સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2022 માં જામનગરના દડીયા ગામ ના હાલારી ભાનુશાળી સમાજ ના અક્ષ મનીષભાઈ લખીયાર દ્વારા સ્કેટિંગ સ્પર્ધા માં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ જીતિ અને સમસ્ત હાલારી ભાનુશાળી સમાજ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે હાલ તેમના પિતા મનીષભાઈ પણ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાલુકા બ્યુરો ચીફ (જામનગર) : અંકીત ગંઢા
Read Moreભાવનગરમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારના N.T.E.P. કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ.કે.તાવીયાડ ભાવનગર તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.પી.વી.રેંવર, ભાવનગરના માર્ગદર્શન હેઠળ ટી.બી. ના રોગ સામે જન જાગૃતિ વધે તેમજ રોગના લક્ષણોને ઓળખી ગળફાનું પરિક્ષણ કરાવે અને નિયત કરેલ સમય મર્યાદા સુધી સારવાર પૂર્ણ કરે અને વર્ષઃ ૨૦૨૫ સુધીમાં ટીબીને નિર્મૂલન કરવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના હેતુસર જીલ્લામાં આજરોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ વિશ્વ ક્ષય દિવસની નવી થીમ “ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી.(Invest To End TB)” મુજબ તાલુકાના હેલ્થ સ્ટાફ તેમજ શિક્ષણ…
Read Moreવાહકજન્ય રોગચાળો અટકાવવાં ખાસ સર્વેલન્સ અંતર્ગત શિહોર તાલુકામાં મચ્છર ઉત્પત્તિ અટકાવવાં ઝૂંબેશ હાથ ધરાઈ
હિ ન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છે. તે અંતર્ગત તા. ૨૧ થી ૩૦ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મચારી, આશા, આશાફેસી દ્વારા ઘેર – ઘેર મુલાકાત લઈને ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. મચ્છર ઉત્પત્તિ અટકાયવવાં માટે વ્યક્તગત રીતે જઇને ટાયર, કૂંડામાંથી પાણી સાફ કરવું (ફિઝિકલ), પાણી ભરાયેલી જગ્યાઓએ પાવડરનો છંટકાવ કરવો (કેમિકલ) અને પોરા ભક્ષક માછલી મૂકવી (બાયોલોજીકલ) જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કામગીરી અંતર્ગત…
Read Moreજિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા પેરા લીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય અને સલાહ મળી રહે તે માટે પેરાલીગલ વોલન્ટીયર્સ તરીકેની સેવા પૂરી પાડવાં ભાવનગર જિલ્લામાં તથા તેના તાબાના તમામ તાલુકામાં પેરાલીગલ વોલન્ટીયર્સની નિમણૂંક કરવાની છે. જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ, નિવૃત્ત શિક્ષકો તથા બિનસરકારી એન.જી.ઓ.ના સભ્યો સ્વેચ્છાએ રસ ધરાવતાં હોય તેઓએ જરૂરી ફોર્મ તથા વિગત ભરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા અદાલત, ભાવનગરથી મેળવી તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સુધીમાં ભરીને પરત કરવાં માટે જણાવ્યું છે. આ ઉપરાંત નિમણૂકની વધુ…
Read Moreએસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૪/૨૦૨૨ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર…
Read Moreગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરિક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ-૩ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૭/૦૩/૨૦૨૨ નાં રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી માર્ચ/૨૦૨૨- એપ્રિલ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૦૨/૦૪/૨૦૨૨નાં રોજ ગુડી પડવો-ચેટીચાંદ, તા.૦૩/૦૪/૨૦૨૨નાં રોજ રમજાન માસ પ્રારંભ, તા.૦૫/૦૪/૨૦૨૨નાં રોજ વિનાયક ચોથ, તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૧૦/૦૪/૨૦૨૨નાં રોજ રામનવમી, તા.૧૪/૦૪/૨૦૨૨નાં રોજ આંબેડકર જ્યંતિ, તા.૧૫/૦૪/૨૦૨૨નાં રોજ ગુડ ફ્રાઇડે તથા તા.૧૬/૦૪/૨૦૨૨નાં રોજ હનુમાન જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક…
Read Moreનાયબ વન સંરક્ષકએ ભરૂચ જિલ્લાના ૩૯ ગામના સરપંચોની મિટીંગમાં સધન વૃક્ષારોપણ કાર્યનો પ્રારંભ
ગ્રીન અભિયાન હેઠળ વનિકરણ ઝુંબેશ હિન્દ ન્યુઝ, ભરૂચ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચે લોક સહકારથી ગ્રીન ભરૂચ સધન વૃક્ષારોપણ કાર્યને વેગ આપવા ભરૂચ જિલ્લાના ૨૯ ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ઝુંબેશ માટે નાયબ વનસંરક્ષકએ સરપંચઓને અપીલ કરી હતી. બેઠકમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન ગોઠવી ગ્રામ વન હરાજીની ઉપજેલ રકમના ૨૫% વનીકરણ કામે રૂ..૬૩.૭૬ લાખ સબંધિત સરપંચશ્રીઓ તેમજ સબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસરને ફાળવવામાં આવશે. પર્યાવરણ ક્ષેત્રે અને ગ્રીન ભરૂચ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનને વેગ મળે તે માટે આમ જનતાને જોડાવવા ભરૂચના સામાજિક વનીકરણ વિભાગના નાયબ…
Read More