ગ્રીન અભિયાન હેઠળ વનિકરણ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, ભરૂચ
સામાજિક વનીકરણ વિભાગ ભરૂચે લોક સહકારથી ગ્રીન ભરૂચ સધન વૃક્ષારોપણ કાર્યને વેગ આપવા ભરૂચ જિલ્લાના ૨૯ ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન ઝુંબેશ માટે નાયબ વનસંરક્ષકએ સરપંચઓને અપીલ કરી હતી. બેઠકમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણનું આયોજન ગોઠવી ગ્રામ વન હરાજીની ઉપજેલ રકમના ૨૫% વનીકરણ કામે રૂ..૬૩.૭૬ લાખ સબંધિત સરપંચશ્રીઓ તેમજ સબંધિત રેંજ ફોરેસ્ટ ઓફિસરને ફાળવવામાં આવશે. પર્યાવરણ ક્ષેત્રે અને ગ્રીન ભરૂચ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનને વેગ મળે તે માટે આમ જનતાને જોડાવવા ભરૂચના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુ.આઈ.પ્રજાપતિએ અનુરોધ કર્યો હતો.
