હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી માર્ચ/૨૦૨૨- એપ્રિલ/૨૦૨૨નાં માસ દરમિયાન તા.૦૨/૦૪/૨૦૨૨નાં રોજ ગુડી પડવો-ચેટીચાંદ, તા.૦૩/૦૪/૨૦૨૨નાં રોજ રમજાન માસ પ્રારંભ, તા.૦૫/૦૪/૨૦૨૨નાં રોજ વિનાયક ચોથ, તા.૦૯/૦૪/૨૦૨૨નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૧૦/૦૪/૨૦૨૨નાં રોજ રામનવમી, તા.૧૪/૦૪/૨૦૨૨નાં રોજ આંબેડકર જ્યંતિ, તા.૧૫/૦૪/૨૦૨૨નાં રોજ ગુડ ફ્રાઇડે તથા તા.૧૬/૦૪/૨૦૨૨નાં રોજ હનુમાન જ્યંતિ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયાર લઇને હરે ફરે નહિ તે માટે પ્રતીબંઘિત ફરમાવતુ જાહેરનામુ જાહેર શાંતિ અને સલામતી જાળવવા સારુ બહાર પાડવુ જરૂરી જણાતા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપર મુજબના પ્રાણઘાતક હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મુક્તુ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૨૩/૦૪/૨૦૨૨ સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વઘુમાં વઘુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અઘિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની સજા થશે.
બ્યુરો રિપોર્ટ (ભાવનગર) : હકીમ ઝવેરી