મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ યોજાય

હિન્દ ન્યુઝ, મોરબી           મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ નીલકંઠ મહાદેવ મંદિર સતવારા સમાજ ની વાડી સામે, પંચાસર રોડ, મોરબી. મુકામે બપોરના ચાર વાગ્યે મળેલ હતી. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્યો વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ તથા પ્રભુભાઈ પનારા ઉપસ્થિત રહેલ અને તેઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તેમની હાજરીમાં મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ પટેલે વિગતવાર અને અગત્યની માહિતી પૂરી પાડેલ અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લા કિશાન મોરચાની ટીમને ખભે ખભા મિલાવી આપણી પાર્ટી ને સપોર્ટ કરવાનો છે તેવી પણ હાકલ કરી હતી આ…

Read More

પ્રધાનમંત્રીએ PM-KISAN નો 10મો હપ્તો રિલીઝ કર્યો. 10 કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂત પરિવારોને રૂપિયા 20,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર               દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી…

Read More

નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નર્મદા દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંતર્ગત તાલુકા કક્ષાએ આચાર્યો ની મળેલ બેઠક

હિન્દ ન્યુઝ, જીલ્લા શિક્ષણ અધિકારી નર્મદા દ્વારા આચાર્ય ને શાળા ઓમા પ્રવાસી શિક્ષકોના મંજૂરી પ્રત્રો એનાયત કરવામાં આવ્યા . નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ તેમજ શૈક્ષણિક નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય ની એક બેઠક મળી. બેઠક મા નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા દ્વારા તમામ આચાર્યને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સમયદાન, નિષ્ઠા તાલીમ, ઓનલાઇન હાજરી, કિવઝ, કલાકુભ, પેન્શન કેસો, જીપીએફ જેવાં અનેક વહિવટી પ્રશ્નો અંગે ઉડાણ પૂર્વક…

Read More

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર 18 થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા કોરાનાની બિમારીના કારણે માતા-પિતા બંને ગુમાવનાર 18 થી નાની વયના 5 બાળકોને સહાય અર્પણ કરવામાં આવી હતી. PM CARES ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ 5 બાળકોને 10 લાખ રૂપિયાના સહાયની પોસ્ટ એકાઉન્ટની પાસબુક આપવામાં આવી હતી. દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં રહેતા દંપતી સ્વ.રાજેશભાઇ અને મીનાક્ષીબેનનું જુલાઇ મહિનામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ દપંતિની માસુમ દિકરી વિશ્વાંગી(ઉ.વ. 3.5) અને દિકરા પ્રતિક(ઉ.વ. 16) એ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. આ બંને બાળકોને માતા-પિતાની ખોટ વર્તાઇ રહી હતી સાથો…

Read More

“આઝાદી કા અમૃત મહોત્સવ” અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ નિમિત્તે અમદાવાદ કલેકટર કચેરીમાં ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નર મુકાયુ

હિન્દ ન્યુઝ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીની ૧૨૫ મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરક ઉપસ્થિતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરમાં “મેધાણી સાહિત્ય કોર્નર” મુકવામાં આવ્યું હતુ. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા અને અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે સાહિત્ય કોર્નરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુસ્તકો વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી. રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ હાથ ધરાઇ હોય તેવી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પ્રથમ છે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય…

Read More

નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નર્મદા દ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંતર્ગત તાલુકા કક્ષાએ આચાર્યો ની મળેલ બેઠક

હિન્દ ન્યુઝ, જીલ્લા શિક્ષણ અધિકારી નર્મદા દ્વારા આચાર્ય ને શાળા ઓમા પ્રવાસી શિક્ષકોના મંજૂરી પ્રત્રો એનાયત કરવામાં આવ્યા . નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ તેમજ શૈક્ષણિક નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય ની એક બેઠક મળી. બેઠક મા નિરિક્ષક દારાસિગ ભાઈ વસાવા દ્વારા તમામ આચાર્યને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સાથે સમયદાન, નિષ્ઠા તાલીમ, ઓનલાઇન હાજરી, કિવઝ, કલાકુભ, પેન્શન કેસો, જીપીએફ જેવાં અનેક વહિવટી પ્રશ્નો અંગે ઉડાણ પૂર્વક…

Read More

સુશાસનના સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા               સમગ્ર રાજય સરકાર તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં રહી છે. જે અંતર્ગત સપ્તાહના અંતિમ દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ગ્રામિણ વિકાસના કાર્યોનું લોકાપર્ણ તથા સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગામડાને વિકાસના કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ખેડૂતોના પાકની વાવણી લઇ લણણી સુધી અને મોંઘા મોલનો ભાવ મળી રહે તે માટેની માર્કેટયાર્ડમાં…

Read More

પાટણ એ.પી.એમ.સી. ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી ઋષિકેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહના સાતમા દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, પાટણ            પાટણ એ.પી.એમ.સી. ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઋષિકેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહના સાતમા દિવસની ઉજવણી કરવામાં આવી. મંત્રીના હસ્તે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, દેશની આઝાદી વખતે પૂજ્ય ગાંધીજીએ રામરાજ્યની કલ્પના કરી હતી. પરંતુ આઝાદી પછીની સરાકારોએ વર્ષોના કાર્યકાળમાં પણ જનસામાન્યને પ્રાથમિક સુવિધાઓ આપવા તરફ દુર્લક્ષ્ય સેવ્યુ. શ્રદ્ધેય અટલ બિહારી બાજપાઈજીએ વડાપ્રધાન પદ સંભાળ્યા પછી શાસનમાં ક્રાંતિસ્વરૂપ આમૂલ પરિવર્તન આવ્યું. ગુજરાતના પનોતાપુત્ર…

Read More

ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ               ડો.બી.આર.આંબેડકર સ્વયં સેવક સંઘ, અમદાવાદ તથા શુભમ્ ગૃપ ઓફ ઇન્સ્ટિટયૂટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સ્નાતક સન્માન સમારોહમા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી  પ્રદીપભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી એ જણાવ્યું હતું કે ” આર્થિક રીતે સધ્ધર ન હોય એવા વિધાર્થીનીઓ આ સંસ્થામા આવીને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સંસ્થા ઓછી ફી લઈને સમાજમા ઉચ્ચ શિક્ષણ આપવાનુ સામાજિક દાયિત્વ નિભાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની નેમ વ્યક્ત કરી છે એમાં ભારતનું ભવિષ્ય એવા વિધાર્થીઓ શિક્ષણ થકી આગળ આવે…

Read More

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ           અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે જનભાગીદારીથી જ સુશાસનનો પાયો મજબૂત થાય છે. આર.સી.મકવાણા એ જણાવ્યું હતું કે, આ સુશાસન સપ્તાહના કાર્યક્રમો એ માત્ર કંઈ ઉજવણી નથી. પણ જનભાગીદારી થકી વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવવાનો પ્રયાસ છે. તેમણે આ અવસરે ઉપસ્થિત જનસમૂહને શાસનમાં સક્રિય જનભાગીદારી માટેનું આહવાન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષીને સુશાસન સપ્તાહ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ…

Read More