હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી જિલ્લા કિસાન મોરચાની કારોબારીની મીટીંગ નીલકંઠ મહાદેવ મંદિર સતવારા સમાજ ની વાડી સામે, પંચાસર રોડ, મોરબી. મુકામે બપોરના ચાર વાગ્યે મળેલ હતી. આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્યો વલ્લભભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ તથા પ્રભુભાઈ પનારા ઉપસ્થિત રહેલ અને તેઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી તેમની હાજરીમાં મોરબી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ પદયુમનભાઈ પટેલે વિગતવાર અને અગત્યની માહિતી પૂરી પાડેલ અને આવનારા દિવસોમાં મોરબી જિલ્લા કિશાન મોરચાની ટીમને ખભે ખભા મિલાવી આપણી પાર્ટી ને સપોર્ટ કરવાનો છે તેવી પણ હાકલ કરી હતી
આ મિટિંગમાં તાલુકા અને શહેર ના તમામ મંડળના પદાધિકારીઓ અને જિલ્લાના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી સીરીષભાઈ કાવર દ્વારા શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ બાદ પ્રદેશના કારોબારી સભ્યોને સાલ ઓઢાડી સન્માન કરેલ, અને તમામ કાર્યક્રમનું સંચાલન મોરબી જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ કે.કે.પરમાર દ્વારા થયેલ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી ગણપતસિંહભાઈ ઝાલા દ્વારા થયેલ અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ